<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત સ્પર્ધામાં ઇશિતા ઉમરાણીયા પ્રથમ

 

રાજકોટ તા. ૪: રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા ઉપાસના સ્કુલ ઓફ પર્ફોમિંગ આર્ટ્સનાં સંયુકત ઉપક્રમે યોજાયેલ પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત સ્પર્ધામાં રાજકોટની ઈશિતા પિયુષભાઈ ઉમરાણીયાઍ પ્રથમ સ્થાન મેળવી સમગ્ર ઉમરાણીયા પરિવાર તેમજ રાજકોટનું ગૌરવ વધાર્યું છે. ઇશિતા પિયુષભાઈ ઉમરાણીયા અત્રેના સંગીત નૃત્ય નાટ્ય મહા વિદ્યાલયમાં નિયતિબેન ભટ્ટ પાસેથી પ્રાથમિક તાલિમ મેળવી અને અલંકાર તાલિમ વિદુષિ  શ્રીમતિ  પિયુબેન સરખેલ પાસેથી છેલ્લા આઠ વર્ષથી ઇન્દોર ઘરાનાની તાલિમ મેળવી રહ્યાં છે. અત્રે ઍ  ઉલ્લેખનિય છે કે, ઈશિતા અગાઊ ૨૦૨૩માં ઓપન યુથ ફેસ્ટિવલમાં રાજ્ય કક્ષાઍ શાસ્ત્રીય ગાયનમાં પ્રથમ  સ્થાન પ્રાપ્ત કરી ચુકી છે. ઉપરાંત મોન્સુન ફેસ્ટિવલ નાદસ્વરમ બેઠકમાં પણ ગાયન રજુ કરી ચુક્યા છે. તેમને (૮૩૨૦૩૮૩૫૮૬) શુભેચ્છાઓ મળી રહી છે.

(4:06 PM IST)