<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

વોર્ડ નં.૬ના જૂદા જૂદા વિસ્તારમાં રૂ.૩૩૦ લાખના ખર્ચે રસ્તા પ્લાન્ટ બનશે

કામનો પ્રારંભઃ રાજકોટઃ શહેર વોર્ડ નં.૬માં આવેલ ૧) ભાવનગર રોડ(ચુનારાવાડ ચોકથી પારેવડી ચોક સુધી)ના રસ્તા પર રૂ.૧૦૦ લાખના ખર્ચે તથા ૨) દૂધસાગર રોડ પર ઍચ.જે.સ્ટીલથી ચુનારાવાડ ચોક અને  આજી નદી સુધીના રસ્તા પર રૂ.૨૩૦ લાખ, ઍમ મળી કુલ રૂ.૩૩૦ લાખના ખર્ચે ડામર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, મંજુબેન કુગસીયા, દેવુબેન જાદવ, વોર્ડ નં.૬ પ્રભારી રસિકભાઈ પટેલ, પ્રમુખ અંકિતભાઈ દુધાત્રા, મહામંત્રી અનિલભાઈ ચૌહાણ, હરેશભાઈ ધંધુકીયા, પૂર્વ કોર્પોરેટર દલસુખભાઈ જાગાણી, યુવા મોરચા વોર્ડ પ્રમુખ રાહુલ રાઠોડ, વોર્ડ પ્રમુખ બક્ષીપંચ મોરચા વીકીભાઈ ટાંક, વોર્ડ પ્રમુખ મહિલા મોરચા નઝમાબેન પઠાણ, અગ્રણી પરાગભાઈ મહેતા, પિન્ટુભાઈ રાઠોડ, રાજુભાઈ પાટડીયા, નારણભાઈ ફાંગલીયા, પ્રેમજીભાઈ મકવાણા, ઘનશ્યામભાઈ કુગસીયા, ભીખુભાઈ ડાભી, વિજયભાઈ ડોબરીયા, જૈવિનભાઈ ભાખર, નાગજીભાઈ બાંભવા, હિરેનભાઈ રાવલ, અજયભાઈ, શોભનાબેન ગજેરા, ચાંદનીબેન ગજેરા, મનસુખભાઈ જાદવ, સંજયભાઈ સોલંકી, ઘોઘાભાઈ કુમારખાનિયા, વિરમભાઈ વગેરે ઉપસ્થિત રહેલ. આ કામે ૧૩૦૦ મીટર લંબાઈ, ૮ મીટર પહોળાઈ, ૧૦,૪૦૦ ચો.મી.માં આ કામ થવાથી ગુજરાત હાઉસીંગ બોર્ડ આકાશદીપ સોસાયટી, કામદાર વીમાનું દવાખાનું, દુધની ડેરી, પી.જી.વી.સી.ઍલ. ઓફીસ, રિદ્ધિ સોસાયટી, શ્યામનગર, મહેશનગર, અંબિકા સોસાયટી, મયુરનગર, ન્યુ શક્તિ સોસાયટી વગેરે સોસાયટીઓના લોકોને લાભ મળશે.

(4:27 PM IST)