News of Tuesday, 4th March 2025
એસઓજીએ અક્ષરમાર્ગ ગૌતમનગરમાંથી ૭.૯૩૫ કી.ગ્રા. ગાંજા સાથે ઓરિસ્સાના શખ્સને પકડ્યો: પીઆઇ એન.વી. હરિયાણી, પીએસઆઇ ધાસુરાની ટીમની કાર્યવાહી: એએસઆઈ રાજેશભાઇ બાળા, હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલાની બાતમી

રાજકોટ: શહેર એસોજીએ વધુ એક પદાર્થ સાથે લીધો છે. શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા "SAY NO TO DRUGS” મિશન અંતર્ગત કડક કાયૅવાહી કરવા સુચના મળી હોઇ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઇ રાજેશભાઇ લક્ષ્મણભાઇ બાળા તથા હેડકોન્સ ઉપેન્દ્રસિંહ જયવીરસિંહ ઝાલાની બાતમી પરથી અક્ષર માર્ગ મેઇન રોડ, ગૌતમનગર શેરી નંબર-૩માંથી તરની અબેલ સુના (ઉ.વ.૨૫ રહે. ગણપતપરા પાલીગામ જી. બલાંગીર ઓડીસ્સા) નામના શખ્સને રૂ. ૭૯૩૫૦ની કિંમતના ૭.૯૩૫ કી.ગ્રા. ગાંજા સાથે પકડી એક મોબાઈલ તથા રૂ. ૭૦૦ રોકડા મળી રૂ. ૮૫૦૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આગળની તપાસ માલવીયાનગર પોલીસ કરશે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા જેસીપી પોલીસ મહેન્દ્ર બગડીયા તથા ડીસીપી ક્રાઇમ અને સ્પેશયલ બ્રાન્ચ ડૉ.પાર્થરાજસિંહ ગોહીલ એસીપી ક્રાઇમ ભરત બી.બસીયાની સૂચના હેઠળ આ કામગીરી ઇન્ચાર્જ પો.ઈન્સ. એન.વી. હરીયાણ, પીએસઆઇ એસ.બી. ધાસુરા, એએસઆઈ રાજેશભાઇ બાળા, વિરેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ ચૌહાણ, સિધ્ધરાજસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, અરૂણભાઈ બાંભણીયા, તથા કોન્સ. મુકેશભાઇ ડાંગર, યોગરાજસિંહ ગોહીલ, મહીલા પો.કોન્સ. મોનાબેન બુસા, ડ્રા.પો.કોન્સ. મહાવીરસિંહ જાડેજાએ કરી હતી.
(9:45 PM IST)










