તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
ઓરિસ્સાથી ૭ કિલો ગાંજો વેંચવા રાજકોટ આવ્યો પણ ગોૈતમનગરમાં ગ્રાહકને બદલે પોલીસ ભેટી
અગાઉ ચાર વર્ષ રાજકોટ રહી સેન્ટીંગ કામ કરી ગયો હોઇ શહેરથી વાકેફ હતો એસઓજી પીઆઇ હરીયાણી, પીએસઆઇ ધાસુરા, સિધ્ધરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા સહિતની ટીમની કામગીરી : એએસઆઇ રાજેશભાઇ બાળા, હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલાની બાતમી પરથી ઓરિસ્સાના શખ્સને ઝડપી લેવામાં આવ્યો

રાજકોટ તા. ૫: શહેર એસોજીએ વધુ એક વખત માદક પદાર્થ સાથે એક શખ્સને ઝડપી લીધો છે. યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે નાર્કોટીકસ પદાથોનું વેચાણ અટકાવવા ‘સે નો ટુ ડ્રગ્સ' મિશન અંતર્ગત કાર્યવાહી કરવા સુચના મળી હોઇ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઇ રાજેશભાઇ લક્ષ્મણભાઇ બાળા તથા હેડકોન્સ ઉપેન્દ્રસિંહ જયવીરસિંહ ઝાલાની બાતમી પરથી અક્ષર માર્ગ મેઇન રોડ, ગૌતમનગર શેરી નંબર-૩માંથી તરની અબેલ સુના (ઉ.વ.૨૫ રહે. ગણપતપરા પાલીગામ જી. બલાંગીર ઓડીસ્સા) નામના શખ્સને રૂ. ૭૯૩૫૦ની કિંમતના ૭.૯૩૫ કી.ગ્રા. ગાંજા સાથે પકડી એક મોબાઈલ તથા રૂ. ૭૦૦ રોકડા મળી રૂ. ૮૫૦૫૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
ઝડપાયેલો શખ્સ તરની સુના અગાઉ રાજકોટમાં ચારેક વર્ષ રહી સેન્ટીંગ કામની મજુરી કરી ગયો હોઇ અહિથી વાકેફ હતો. હાલમાં તે વતન ઓરિસ્સા રહે છે અને ત્યાં પૈસાની ખેંચ ઉભી થતાં પાંચ હજારના કિલો લેખે મળતો ગાંજો રાજકોટમાં પંદર હજારના કિલો લેખે વેંચાઇ જશે એવુ નક્કી કરી આર્થિક ખેંચ દુર કરવા સાત કિલોથી વધુ ગાંજો લઇને રાજકોટ આવ્યો હતો. અહિ તે ગોૈતમનગર રોડ પર ગ્રાહક શોધતો હતો ત્યાં એસઓજીની ટીમ તેને ભેટી ગઇ હતી. વધુ તપાસ માલવીયાનગર પોલીસ કરશે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા જેસીપી પોલીસ મહેન્દ્ર બગડીયા તથા ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલ, એસીપી ભરત બી.બસીયાની સૂચના હેઠળ આ કામગીરી ઇન્ચાર્જ પીઆઇ એન.વી. હરીયાણી, પીએસઆઇ એસ.બી. ધાસુરા, એએસઆઈ રાજેશભાઇ બાળા, વિરેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ ચૌહાણ, સિધ્ધરાજસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, અરૂણભાઈ બાંભણીયા, તથા કોન્સ. મુકેશભાઇ ડાંગર, યોગરાજસિંહ ગોહીલ, મહીલા પો.કોન્સ. મોનાબેન બુસા, ડ્રા.પો.કોન્સ. મહાવીરસિંહ જાડેજાએ કરી હતી.
(4:39 PM IST)










