તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
યુ-ટયુબ ઉપર ‘વિજયાળી' અને ‘રાજયો' શોર્ટ મુવીની ઘુમ રાજેન્દ્ર પંચાલ અને ધનસુખ ભંડેરીનું નવુ મનોરંજક નજરાણું

રાજકોટ, તા.૫: યુટયુબ ચેનલમાં પોતાના કોમેડી વિડિીયોથી ધમાલ મચાવતા બે કલાકારોએ મનોરંજન ક્ષેત્રે યુટયુબ મારફતે નવી બે ચેનલનો આરંભ કર્યો છે.
‘વિજયાળી' તરીકે ઓળખાતા ધનસુખભાઈ ભંડેરી એ તથા ‘રાજયો'તરીકે ઓળખાતા રાજેન્દ્રભાઈ પંચાલ દ્વારા હાલમાં જ બે નવી યુટયુબ ચેનલનો પ્રારંભ કરવામાં આવેલ છે. આ બંને યુટયુબ ચેનલ મનોરંજનથી ભરપુર તથા કોમેડીનો કોન્સેપ્ટ લઈને આવેલા છે.
રાજેન્દ્રભાઈ પંચાલ તથા ધનસુખભાઈ ભંડેરી આ પહેલા વન મિડીયા ચેનલમાં ખુબ જ ધુમ મચાવેલ છે. બંનેની ચેનલનું નામ “Vijudi Official”તથા “Rajyo Official Comedy”છે.
ભારતની મનોરંજનની જુની પરંપરા મુજબ નાટકોમાં પુરૂષો,સ્ત્રી વેશે પાત્ર ભજવીને લોકોને મનોરંજન પુરૂ પાડતા હોય છે. આવા અનેક પાત્રો આપણે જોયા છે. પરંતુ પુરૂષસ્ત્રીના કપડા પહેરીનેસ્ત્રીનો સાક્ષાતકાર કરાવે એવા આપણા ગુજરાતના ખ્યાતનામી કલાકાર ધનસુખભાઈ ભંડેરી ઉર્ફે ‘વિજુળી'ના નામને આપણે ઓળખીએ છીએ ‘વિજુળી'ના કરોડો લોકો ચાહક છે અને તેને ફોલો કરે છે.
‘રાજયો' એટલે કે રાજેન્દ્ર પંચાલે એવું સાબિત કરેલ છે કે રંગમંચની કલા એ કોઈ સમાજની હદમાં બંધાયેલ નથી. કલા એ કુદરતે આપેલ બક્ષીસ છે પણ તેને જે ઓળખી જાય તે કલાકાર બને છે રાજેન્દ્ર પંચાલે અભિનયની સાથો સાથ સંવાદ તથા ડાયરેકશનમાં પણ સારી એવી મહારથ હાંસીલ કરેલ છે હાલમાં તેનો અભિનયમાં યુવાન, વળધ્ધ તેમજ કોમેડીના પાત્રો જીવંત કરી રહયા છે. જે હવે આ બંને ચેનલોના આ બંને પાત્રો થોડા ફેરફાર સાથે તથા નામે એટલે કે ‘વિજયાળી' અને ‘રાજયો' પ્રસિધ્ધી પામી રહ્યા છે.
આ બંને ચેનલ દ્વારા તેઓ માત્ર મનોરંજન, કોમેડીનું નહીં પરંતુ સાથો સાથ સામાજીક સંદેશ અને પારીવારિક કથા દ્વારા પણ મનોરંજન આપી રહયા છે. આ મુવીનું પ્રોડકશન યશ ધર્મેશ વકીલે સંભાળ્યું છે, જે યુ-ટયુબ ઉપર ધુમ મચાવી રહયુ છે. યશ એડવોકેટ ધર્મેશ વકીલના પુત્ર છે.
(2:54 PM IST)










