તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
રૈયાધાર મચ્છો ક્વાર્ટર પાસે ઝૂપડામાં ૧૬ વર્ષની પાયલનો ફાંસો ખાઇ આપઘાત
મોટો ભાઇ ઘરે આવતાં બહેન લટકતી મળીઃ સારવાર માટે ખસેડાઇ પણ જીવ ન બચ્યોઃ દેવીપૂજક પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૫: રૈયાધારમાં ઝૂપડપટ્ટીમાં રહેતી સોળ વર્ષની સગીરાએ ઝૂપડામાં લાકડાની આડામાં લટકી જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ રૈયાધાર મચ્છો ક્વાર્ટર નજીક ઝૂપડપટ્ટીમાં રહેતી પાયલ માધાભાઇ રફુચા (ઉ.વ.૧૬)એ રાતે લાકડાની આડીમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્દ્રભાઇ હુદડે કરતાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનાર પાયલ બે બહેન અને એક ભાઇમાં વચેટ હતી. તેના પિતા હયાત નથી. માતા ફ્રુટ, બકાલુ વેંચી ગુજરાન ચલાવે છે. રાતે પાયલના દાદીમાં ફળીયામાં સુતા હતાં અને ભાઇ બહાર ગયો હતો ત્યારે તેણીએ ઝૂપડામાં જઇ ગળાફાંસો ખાઇ લીધો હતો. મોટો ભાઇ બહારથી આવ્યો ત્યારે બહેનને લટકતી જોઇ બુમાબુમ કરી મુકતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને બેભાન હાલતમાં નીચે ઉતારી હોસ્પિટલે ખસેડી હતી. પરંતુ જીવ બચ્યો નહોતો. પરિવારજનો કારણ જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.
(4:42 PM IST)










