તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
શહેરમાં હજારો નોટીસ આપીઃ ગરીબોને બેઘર કરવાનું ષડયંત્રઃ રાજયગુરૂનો આક્ષેપ
તંત્ર વૈકિલ્પક જગ્યા ફાળવેઃ ઘેરાવ, હલ્લાબોલ સહિતના આંદોલનની પૂર્વ ધારાસભ્યની પત્રકાર પરિષદમાં ચીમકી

રાજકોટ તા. પ : શહેરમાં હજારો નોટિસ આપી લોકોના મકાનો તોડી બેઘર કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે. તેની સામે આગામી સપ્તાહે કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરનો ઘેરાવ કરાશે. નોટિસો આપે છે એટલું જ નહીં પરંતુ બિલ્ડરોના ઇશારે મહાનગરપાલિકાનું તંત્ર ધાક ધમકી સાથે કામ કરી રહ્યાના આક્ષેપ સાથે રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું.
આ પત્રકાર પરીષદમાં શ્રી રાજયગુરૂ એ જણાવ્યું હતું કે, પીપીપી યોજના જે કાલાવડ રોડ સરકારી જમીન કોર્પોરેશનને સોંપવામાં આવી છે.
શહેરમાં અનેક જગ્યાએ કયાંક બિલ્ડરોને લાભ અપાવવા કયાંક બગીચા બનાવવા ઝૂંપડપટ્ટીવાસીઓને દબાવીને ઘર તોડી પાડવાનો આક્ષેપ કર્યો હતો.
વધુમાં શ્રી રાજયગુરૂએ જણાવ્યું હતું કે, આવતા વીક સુધીમાં કલેક્ટર કમિશનર જાહેરાત નહીં કરે તો પીપીપી યોજનામાં બિલ્ડર અને કોર્પોરેશન દ્વારા જે પ્રજા દુઃખિયારી છે તેને ન્યાય અપાવવા પ્રયત્ન કરાશે તબક્કા વાર પીપીપી ના ભ્રષ્ટાચાર નો પર્દાફાશ કરવામાં આવશે કેટલા ઝુપડા હતા, કેટલી જમીનો હતી, કેટલા રૂપિયા મળ્યા, બિલ્ડરો દ્વારા કેટલી જમીનો ખુલ્લી રખાય છે આ તમામ ઙ્કકારની જીણવટ ભરી માહિતી મેળવી તે લોકો સમક્ષ મૂકવામાં આવશે.
હાલ શહેરમાં હજારોની સંખ્યામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૬૦ (૧), ૨૬૦ (૨) મુજબ નોટિસોની બજવણી કરવામાં આવી છે. ત્યારબાદ સ્થાનિક રહીશો દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરી દાદ માગવામાં આવેલ છે જૂના નંબર C/S/C/A/2૩૭૯/૨૦૨૫ છે તારીખ ૨૫ ફેબ્રુઆરી નામદાર કોર્ટ દ્વારા એક ઓરલી ઓર્ડર પણ પાસ કરવામાં આવેલ છે. શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને કોર્ટથી ઉપરવટ જઈને વિસ્થાપિત કરી શકાય નહીં તેમને વૈકલ્પિક જગ્યાઓ ફાળવવાની સરકારશ્રી અને કોર્પોરેશને વ્યવસ્થા કરવી જોઈએ.
આજની પત્રકાર પરિષદમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, જશવંતસિંહ ભટ્ટી, એડવોકેટ અશોકસિંહ વાઘેલા, તુષારભાઈ નંદાણી, જગદીશભાઈ મોરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મનપા દ્વારા પછાત વિસ્તારમાં મકાન તોડવા નોટીસ મુદ્દે કોંગ્રેસ આક્રમકઃ વિરોધાત્મક કાર્યક્રમ આપશે
રાજકોટ :.. શહેરના પછાત વિસ્તારોમાં મનપા દ્વારા હજારો મકાનો તોડી પાડવા નોટીસ આપવામાં આવતા કોંગ્રેસે સખ્ત વિરોધ દર્શાવ્યો છે. આજે કોંગ્રેસ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂએ જણાવેલ કે, તંત્ર દ્વારા ગરીબ પરિવારોના આશીયાના તોડવા અપાયેલ નોટીસ સામે કોંગ્રેસ આક્રમક કાર્યક્રમો આપશે. આ પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી સહિતના કોંગ્રેસ આગેવાનો હાજર રહ્યા હતાં. (તસ્વીર : અશોક બગથરીયા)
(4:24 PM IST)










