તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
પૂ. જલારામ બાપા વિષે બફાટના વિરોધમાં સતીષભાઇ ઉપવાસ પર બેઠા

રાજકોટ : સુરત અમરોલીના સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા પૂ. જલારામબાપા વિષે બફાટ કરી ભાવિકોની લાગણી દુભાવવામાં આવતા તેમના વિરોધમાં રાજકોટના સતીષભાઇ મોહનભાઇ માણેક (મો.૯૭૩૭૪ ૦૪૬૦૪) તેમના ટેકેદારો સાથે આજે સવારે ૧૦ વાગ્યાથી વાણીયાવાડી-૩, કપીલા હનુમાન મંદીર પાસે, શેઠ પૂ. હાઇસ્કુલ સામે, ૮૦ ફુટ રોડ, ગાર્ડન પાસે જલારામ બાપાના ફોટા સમક્ષ એક દિવસનું ઉપવાસ આંદોલન ચલાવ્યુ હતુ. કહેવાતા સ્વામીની શાન ઠેકાણે આવે અને પૂ. જલારામબાપાને શીશ ઝુકાવી માફી માંગે તેવી તેમની માંગણી છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૩)
(4:02 PM IST)










