<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

વીર સાવરકર ઇન્‍ડોર સ્‍ટેડીયમના વિવિધ વિભાગોમાં મેમ્‍બરશીપના ફોર્મનું વિતરણ શરૂ

રાજકોટ તા.પઃ મહાનગરપાલીકા દ્વારા નિર્મીત અને સરગમ કલબ સંચાલીત ઇન્‍ડોર સ્‍ટેડીયમમાં ચાલતી પ્રવૃતિમાં જોડાવા માંગતા લોકો માટે છ માસની ફી ની  તા.૧૦/૪/રપ થી ૩૦/૯/રપની મેમ્‍બરશીપ ભરવાનું ચાલુ કરેલ છે. તા.૧પ/૩/રપ થી ર૭/૩/રપ સુધીમાં જુના સભ્‍યોએ પોતાની મેમ્‍બરશીપ રીન્‍યુ કરાવી તેમજ તા.૩૦/૩/રપના રવિવારના સવારના ૮ થી ૧૦ વાગ્‍યા સુધીમાં નવા ફોર્મ ભરી દેવા જણાવાયું છે. જગ્‍યા હશે તો નવા લેવામાં આવશે તેમ સરગમ કલબની યાદીમાં જણાવાયું છે.

સરગમ કલબના પ્રમુખ ગુણર્વભાઇ ડેલાવાળાના જણાવ્‍યા અનુસાર વીર સાવરકર ઇન્‍ડોર સ્‍ટેડીયમમાં ચાલતી બેડમીન્‍ટન, ટેબલ ટેનીસ, જીમ, જુડો, ટેકવોન્‍ડો, કેરમ સહીતના વિવિધ વિભાગમાં ચલાવવામાં આવે છે. બેડમીન્‍ટન વિભાગમાં શીખાઉ બેચનો સમય સવારે ૯ થી રાત્રીના ૮:૩૦ સુધી રહેશે. બેડમીન્‍ટનના સ્‍પેશીયલ કોચ મારફત કલાસ રહેશે. ઇન્‍ડોર સ્‍ટેડીયમના વિવિધ વિભાગોમાં બેડમીન્‍ટન, ટેબલ ટેનીસ, જીમ, જુડો, ટેકવોન્‍ડો, કેરમ, વગેરે રમતો તો રેગ્‍યુલર ચાલે જ છે. તેમજ લેડીઝ હેલ્‍થ કલબમાં પણ પ્રવેશ કાર્યવાહી ચાલુ છે. બેડમીન્‍ટન ફી-૧પ૦૦, જીમ ફી ભાઇઓ ૧૧૮૦, ટેબલટેનીસ ફી ૭પ૦, લેડીઝ હેલ્‍થ ફી ૮૦૦, ટેકવોન્‍ડો ફી પ૦૦, જીમ્નાસ્‍ટીક ફી ૬૦૦, કેરમફી ૪૦૦, જુડો ફી ૪૦૦, આ બધી જ રમત ની ફી છ માસની રહેશે.

વધુ માહીતી માટે તથા પુછપરછ માટે ઇન્‍ડોર સ્‍ટેડીયમ ખાતે કાર્યાલયનો સવારના ૯ થી ૧ર સાંજે પ થી ૮ દરમીયાન ફોનનં. ૦ર૮૧ ર૪૭૭પપપ ઉપર અથવા રૂબરૂ ઓફીસનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

(4:16 PM IST)