<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

સ્‍વામિનારાયણના સંતના બફાટનો વિરોધ કરતું લોહાણા સખી મહિલા વૃંદ

રાજકોટઃ તાજેતરમાં પ.પૂ. જલારામ બાપા વિશે બફાટ કરનાર જ્ઞાનપ્રકાશ સ્‍વામી વિરપુર જઇ માફી માગે તેવી લોહાણા સખી મહિલા વૃંદ દ્વારા માગણી કરાઇ છે. સંસ્‍થાના પ્રમુખ વીણાબેન પાંધી, ઉપપ્રમુખ હંસાબેન ગણાત્રા, નયનાબેન પાંધી અને મિનલબેન સોનપાલ સહિતના સંસ્‍થાના બહેનોએ જ્ઞાન પ્રકાશ સ્‍વામીએ આપેલા નિવેદનનો સખ્‍તમાં સખત શબ્‍દોમાં વખોડી કાઢેલ છે.

(4:41 PM IST)