તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
રાજકોટમાં પવનનું જોર યથાવતઃ સવારનું તાપમાન ૧૪ ડીગ્રી
સતત બીજા દિવસે ન્યુનતમ તાપમાન ૧પ ડીગ્રીની નીચેઃ ર૦ કી.મી.ની ઝડપે ફુંકાતા પવન

રાજકોટઃ રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં લઘુતમ અને મહતમ તાપમાનમાં ઘટાડો થયો છે. પવનનું જોર વધુ છે. વહેલી સવારે અને રાત્રીના સમયે ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહયો છે.
રાજકોટ શહેરની વાત કરીએ તો શહેરમાં પવનની ગતી ર૦ કી.મી.ની છે. ગઇકાલે સવારનું તાપમાન ૧૩.૯ ડીગ્રી તો મહતમ તાપમાન ૩૪ ડીગ્રી નોંધાયું હતું. દિવસ દરમ્યાન રર થી રપ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયા હતાં.
ગઇકાલે રાજયના શહેરોમાં મહતમ તાપમાન આ મુજબ નોંધાયેલ. અમદાવાદ ૩ર.૩, અમરેલી ૩૩, બરોડા ૩૪.૪, ભાવનગર ૩૦.૯, ભુજ ૩ર.૪, દાહોદ ૩૦.ર, દમણ ૩૬.૪, ડાંગ ૩૬.પ, ડીસા ૩ર.૯, દીવ ૩૩.૪, દ્વારકા ૩ર, ગાંધીનગર ૩ર.૮, જામનગર ૩૦.૮, કંડલા ૩ર.૬, નલીયા ૩૩.ર, ઓખા ર૮, પોરબંદર ૩પ.૩, સુરત ૩૪.૬, વેરાવળ ૩પ.૪.
દરમિયાન હવામાન શાષાીઓ જણાવે છે કે એકાદ બે દિવસમાં ફરી ગરમીમાં વધારો થશે. ન્યુનતમ અને મહતમ તાપમાનમાં ક્રમશઃ વધારો થતો જશે.
(11:24 AM IST)










