તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
ઘરેથી નીકળી ગયેલી બાળાનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
ક્યુઆરટી-૧ ટીમના સ્ટાફે સમજાવી પરિવારજનો સુધી પહોંચાડી

રાજકોટઃ શહેર પોલીસની ક્યુઆરટી ટીમ-૧ની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે કાલાવડ રોડ કોસ્મોપ્લેક્સ સિનેમા નજીક પેટ્રોલ પંપ પાસેથી એક બાળકી તેર વર્ષની એકલી મળી આવતાં મોબાઇલ ઇન્ચાર્જ દિલીપસિંહ ચોૈહાણ, સાથેના દિગુભા જાડેજા, વિજયભાઇ ઝાલા, સંદિપભાઇ સખીયા, ચાંપરાજભાઇ આહિર, ડ્રા. હેડકોન્સ. રાજેશભાઇ ગોસ્વામી સહિતે બાળકીની પૃછા કરી તેને સાંત્વના આપી હતી. બાદમાં બાળકીએ પોતે મેટોડાથી રિસાઇને ઘરેથી નીકળી ગયાનું કહેતાં વાલીવારસનો સંપર્ક કરી તેને સોંપી દીધી હતી. તેમજ બાળાને બીજી વખત આવુ પગલુ નહિ ભરવા કાઉન્સેલીંગ કરી સમજાવી હતી.
(3:34 PM IST)










