તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
ગરીબ અને મધ્યમ વર્ગને અપાયેલ નોટીસો સામે કોંગ્રેસ અવાજ ઉઠાવાશે : હેલ્પ લાઇન નંબર જાહેર
કોંગ્રેસ કાર્યાલયે ફરીયાદ મોકલી આપવા અપીલ : છેલ્લા ૧પ વર્ષમાં ડિમોલીશન થયું હોય અને મકાન ન મળ્યું હોય તે પરિવારો પણ પુરાવા સાથે હેલ્પલાઇન નંબરને જાણ કરે

રાજકોટ, તા. ૬ : મહાનગરપાલિકા અને પીપીપી ધોરણે બની રહેલા પ્રોજેક્ટમાં જમીનો વેચી બિલ્ડરોને લાભ અપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અને શહેરમાં અનેક જગ્યાએ નોટિસો આપી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મકાનો છીનવી લેવાનો રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા વચ્ચે તખ્તો ઘડાઈ ચૂકયો છે. શહેર કોંગ્રેસ દ્વારા ૯૩ર૭૪ ૯૯૯પ૦ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. તેમ શહેર પ્રમુખ અતુલ રાજાણીએ જણાવાયું છે.
વધુમાં શ્રી રાજાણીએ જણાવ્યું છે કે છેલ્લા ૧૫ વર્ષોમાં જે પરિવારોમાં મકાનો પાડી દઈ તંત્ર વાહકો દ્વારા બેઘર બનાવેલ છે. જેમાં મહાનગરપાલિકાના ટીપી શાખાના રિઝર્વ પ્લોટ હોય રસ્તો નીકળતો હોય તે બિલ્ડર લોબીને લાભ અપાવવા ઝૂંપડપટ્ટીઓ પાડી નાખવામાં આવી હોય તો જે પીડિત પરિવારોને નિયમ મુજબ મકાન મળવા પાત્ર થવું જોઈએ તે પણ ન મળેલ હોય તો તંત્ર વાહકો સામે આ પ્રકારની કોઈ ફરિયાદ હોય તો લેખિતમાં બે નકલમાં પુરાવા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના કાર્યાલય, જાગનાથ ૪૧, રેસકોર્સ સામે, જિલ્લા પંચાયત ચોક, હોટલ લેમન ટ્રી વાળી શેરી, રાજકોટ - ૩૬૦૦૦૧, મોકલી આપશો અથવા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ એ જાહેર કરેલા હેલ્પલાઇન નંબર ૯૩૨૭૪ ૦૦૦૫૦ પર વિસ્તળત રીતે વિગતો મોકલી આપવા અંતમાં અતુલ રાજાણીની યાદીમાં જણાવાયું છે.
(3:47 PM IST)










