News of Thursday, 6th March 2025
અનુસુચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીની જમીનો અનેક ગામોમાં હડપ થઇ રહી છેઃ કાળીપાટ અંગે બે અધિકારીઓ સામે રાવ
મંડળીના આગેવાનોનું સમાજ કલ્યાણ અધિકારીને વિસ્તૃત આવેદનઃ તાકિદે જવાબદારો સામે પગલા ભરો

રાજકોટ, તા. ૬: તાલુકા અનુસુચિત જાતી સામુદાયીક ખેતી સહકારી મંડળીમાં હોદેદારોએ સમાજ કલ્યાણ અધિકારીને આવેદન પાઠવી મહેસુલ વિભાગના અમુક અધિકારીઓ/કર્મચારીઓની મીઠી નજર હેઠળ ભુમાફીયાઓ દ્વારા અનુસુચિત જાતિ સામુદાયીક ખેતી સહકારી મંડળીની જમીનોને હડપ થઇ રહી છે તે અંગે યોગ્ય કરવા માંગણી કરી હતી. આવેદનમાં ઉમેર્યુ હતું કે, તાલુકા અનુસુચિત સામુદાયીક ખેતી સહકારી મંડળી લી. જેમા સરકારે અનુસુચિત જાતિના ગરીબ ખેડુતોને આપેલ જમીન જેમા જે તે વખતના પ્રાંત અધિકારી અને મામલતદારે પોતાની સતાનો દુરઉપયોગ કરીને ખોટા વસીયતનામાના આધારે ગામ કાળીપાટમાં એક વ્યકિતના વારસદારોને સેકડો એકર જમીન પરત આપી દીધી છે જે ગેરકાયદેસરનું કૃત્ય છે. આ ત્રણેયે મંડળી રચી ષડયંત્ર દ્વારા અનુસુચિત જાતિના લોકોની જમીન હડપ કરેલ છે.
આજ રીતે રાજકોટ તાલુકા અનુસુચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી લી.ની રાજકોટ તાલુકાના ગામ કાળીપાટની બીજી જમીનો, ગામ ખીજડીયાની બીજી જમીનો, ગવરીદડની જમીનો, રતનપરની જમીનો વગેરેમાં અનુસુચિત જાતિના અમારી મંડળીના ગરીબ ખેડુતો પાસેથી હડપ કરી દબંગોએ કબજા કરી લીધા છે તેઓ વિરૂધ્ધ પોલીસ અધિકારીઓ, કલેકટર, પ્રાંત અધિકારીને ઘણી લેખીત ફરીયાદો કરી છે. પરંતુ ગેરકાયદેસર કબજો કરનારા ભુમાફીયાઓ વિરૂધ્ધ આજ દિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી.
અમારી માંગ છે કે સમાજ કલ્યાણ વિભાગની ભુમિકા અનુસુચિત જાતિના તરછોડેલા શોષિત લોકોની વાલીની ભૂમિકા છે સમાજ કલ્યાણ વિભાગ અમારા ઉપર થતાં અત્યાચારોથી સરકારને માહિતગાર કરે અને અમોને અન્યાય કર્યો છે તે લગત વિભાગ પાસેથી સત્ય ઘટના જાણી તે વિભાગના વડાને જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે પત્ર લખવામાં આવે તેવી ફરીયાદ સાથે વિનંતી છે. આવેદન દેવામાં શૈલેષભાઇ પરમાર, માવજી રાખશીયા, પ્રકાશભાઇ સોલંકી વિગેરે જોડાયા હતા.(
(4:18 PM IST)










