<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

રાજકોટ જિલ્લા ભાજપમાં પુનરાવર્તનઃ પ્રમુખ અલ્‍પેશ ઢોલરીયાને અદકેરો આવકાર

 

રાજકોટ : જિલ્લા (ગ્રામ્‍ય) ભાજપના પ્રમુખ તરીકે ફરી અલ્‍પેશ ઢોલરીયાનું નામ જાહેર થતા કાર્યકરોએ તેમને આવકાર્યા છે. ગઇકાલે રાત્રે સ્‍વામીનારાયણ ગુરૂકુલ સભાખંડ ખાતે બેઠકમાં કલસ્‍ટર  ઇન્‍ચાર્જ સાંસદ મયંક નાયકએ તેમનું નામ જાહેર કરી મીઠુ મોઢું કરાવેલ. ભાજપના  અગ્રણીઓ ડો.ભરત બોઘરા, ડી.કે.સખિયા, નાગદાનભાઇ ચાવડા, નરેન્‍દ્રસિંહ જાડેજા (રાજકોટ લોધીકા સંઘ), નરેન્‍દ્રસિંહ જાડેજા, રવિ માંકડીયા, ઘનશ્‍યામ  હેરભા (મહામંત્રીઓ) ભરતસિંહ જાડેજા વગેરેએ ફુલહાર પહેરાવી શુભેચ્‍છા આપી હતી. પોણા બે વર્ષ પહેલા અલ્‍પેશ ઢોલરીયા પ્રમુખ બનેલા. તેમની કામગીરીની કદરરૂપે પ્રદેશ ભાજપે ફરી પ્રમુખ બનાવ્‍યા છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(2:41 PM IST)