તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
રાજકોટ સહિત રાજયભરમાં હોબાળા બાદ આખરે લાખો કાર્ડ હોલ્ડરો માટે માર્ચ મહિનાની તુવેરદાળની ૧૦૦ ટકા ફાળવણી

રાજયના પૂરવઠા ખાતાએ માર્ચ મહિનાની લાખો ગરીબ કાર્ડ હોલ્ડરોને તા. પ સુધી તુવેરદાળ-ચણાની ફાળવણી નહીં કરતા હોબાળો મચી ગયો હતોઃ આ દેકારા બાદ આખરે ગઇકાલે કાર્ડ હોલ્ડરો માટે માર્ચ મહિનાની તુવેરદાળની ૧૦૦ ટકા ફાળવણી કરાઇ છેઃ ચણા આ વખતે રદ્દ કરી નખાયા છેઃ જયારે ઘઉં-ચોખા-ખાંડ અને મીઠાની પણ ૧૦૦ ટકા ફાળવણી કરાઇ છે.
(2:48 PM IST)










