<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

રાજકોટમાં સૌ પ્રથમ વખત ક્ષત્રીય સમાજની ઓપન ગુજરાત શુટીંગ - પાસીંગ વોલીબોલ ટુર્નામેન્‍ટ શનિ - રવિ યોજાશે

ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલની સ્‍થાપનાના સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી અંતર્ગત આયોજન

રાજકોટઃ શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલની સ્‍થાપનાના સુવર્ણ જયંતી વર્ષ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્‍પ, નવરાત્રી મહોત્‍સવ, જોબફેર અને ક્રિકેટ ટુર્નામેન્‍ટ જેવા આયોજનો કરવામાં આવ્‍યા છે અને આવી રહયા છે. આ શ્રૃંખલામોં તા.૮ અને તા.૯ ના રોજ ક્ષત્રીય સમાજની ઓપન ગુજરાત શુટીંગ-પાસીંગ વોલીબોલ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું છે. જે અંગેની વિગતો આયોજકોએ અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વર્ણવી હતી ત્‍યારે સિનીયર પત્રકાર જયદેવસિંહ જાડેજા પણ નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૭:  શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલ દ્વારા સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી અંતર્ગત સૌ પ્રથમ વખત વોલીબોલ તથા શુટીંગ બોલ ટુર્નામેન્‍ટનું ધમાકેદાર આયોજન સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ ખાતે કરવામાં આવેલ છે. જેમાં રમતવિરો વચ્‍ચે જંગ જામશે.

ટુર્નામેન્‍ટનો ઉદઘાટન સમારોહ તા. ૮ ને શનિવારના રોજ સાંજે ૭-૦૦ કલાકે રાખવામાં આવેલ છે જેમાં રાજકીય તથા સામાજીક આગેવાનો ઉપસ્‍થીત રહેશે. તા. ૯ ના રોજ સેમી ફાઈનલ તથા ફાઇનલ સાથે વિજેતા ટીમોને, ખેલાડીઓને સન્‍માનીત કરાશે.

ક્ષત્રિય (ગિરાસદાર) સમાજમાં સ્‍પોર્ટસ એકટીવીટી પ્રત્‍યે બાળકોથી લઈ યુવાનો સુધી દરેકમાં જાગળતતા આવે તેવા અભિગમ સાથે રાજકોટ શહેરમાં ઓપન ગુજરાત વોલીબોલ તથા શુટીંગ બોલ ટુર્નામેન્‍ટ પ્રથમ વખત યોજાશે. ગુજરાતમાં ક્ષત્રિય સમાજની વોલીબોલ ખેલાડીઓની રાજયભરમાંથી ૩૦ થી વધુ ટીમો આ ટુર્નામેન્‍ટમાં ભાગ લેશે. તા. ૮ તથા ૯ માર્ચ બે દિવસીય નાઈટ વોલીબોલ તથા શુટીંગ બોલની આંતરરાષ્‍ટ્રીય સ્‍તરની ટુર્નામેન્‍ટ રાજકોટ શહેરમાં એસ.એ.જી. સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ, વિમલ નગર મેઈન રોડ, યુનીર્વસીટી રોડ, રાજકોટ ખાતે રમાશે.

વોલીબોલ તથા શુટીંગ બોલ બંને પ્રથમ દિવસે તા. ૮ શનિવારના રોજ સાાંજે ૭ કલાકે રાજકીય તથા સામાજીક મહાનુભવોના હસ્‍તે ઉદઘાટન સમારોહ સાથે અલગ અલગ ટીમો વચ્‍ચે લીગ મેચ રમાશે. બીજા દિવસે રવિવારના રોજ સાંજે ૭-૦૦ કલાકે સેમી ફાઈનલ તથા ફાઈનલ મેચ યોજાશે. વિજેતા તથા રનર્સ અપ ટીમોને રોકડ પુરસ્‍કાર ઉપરાંત શિલ્‍ડ તથા મોમેન્‍ટો દ્વારા મહાનુભવોના હાથે સન્‍માનીત કરાશે. આ ઉપરાંત પ્‍લેયર ઓફ ધ ટુર્નામેન્‍ટ, બેસ્‍ટ ડીહેન્‍ડર, બેસ્‍ટ શુટર, બેસ્‍ટ સેટર, બેસ્‍ટ લીબેરો, બેસ્‍ટ એટેકર, બેસ્‍ટ નેટીની પસંદગી થશે અને રમતમાં સર્વોચ્‍ચ દેખાવ કરનાર આ તમામ રમતવીરોને પણ શિલ્‍ડ આપી પ્રોત્‍સાહીત કરાશે. આંતરરાષ્‍ટ્રીય સ્‍તરના નિયમો સાથે રેફરીઓની સેવા લેવામાં આવશે અને સીલેક્‍શન થશે.

શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલની ટીમ કાર્યવાહક સમિતિના સભ્‍યો દ્વારા તડામાર તૈયારી સાથે ટુર્નામેન્‍ટને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તા. ૮ ના રોજ સાંજે ૭-૦૦ કલાકે યોજાનાર ઉદઘાટન સમારોહમાં ક્ષત્રિય સમાજના સામાજીક તથા રાજકીય મહાનુભવો તેમજ સમાજના યુવાનો, ભાઈઓ, વડીલો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થીત રહે તેમજ બે દિવસીય નાઈટ ટુર્નામેન્‍ટ નિહાળવા તથા સમાજના રમતવીરોને પ્રોત્‍સાહીત કરવા માટે ખાસ ઉપસ્‍થીત રહેવા માટે સંસ્‍થાની કાર્યવાહક સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે.

આ આયોજનની વિગતો આજે અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ કાર્યવાહક સમીતીના સભ્‍યો સર્વશ્રી રાજદિપસિંહ જાડેજા, તીર્થરાજસિંહ ગોહિલ, રાજદિપસિંહ રાણા, દુષ્‍યંતસિંહ જાડેજા, દિલજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર, ચંદુભા જાડેજા એ આપી હતી. 

(2:57 PM IST)