તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
ભવાનીનગરમાં નણંદ-ભોજાઇના પરિવારો વચ્ચે ધબાધબીઃ ત્રણને ઇજા
ગીતાબેન, તેના બહેન પુરીબેન અને સામા પક્ષે કાજલને ઇજાઃ ઘર પાસે ટુવ્હીલર પાર્ક કરવાનો ડખ્ખો કારણભુત

રાજકોટ તા. ૭: રામનાથપરા ભવાનીનગરમાં ઘર પાસે વાહન પાર્ક કરવા મામલે નણંદ-ભોજાઇના પરિવારો વચ્ચે મારામારી થતાં ત્રણ મહિલાને ઇજા થઇ હતી. જાણવા મળ્યા મુજબ ભવાનીનગર-૬માં રહેતાં ગીતાબેન મનસુખભાઇ બારૈયા (ઉ.વ.૪૩) સાંજે ઘરે હતાં ત્યારે નજીકમાં જ રહેતાં તેના નણંદ સવિતાબેન, નણંદની પુત્રવધૂ કાજલ સહિતે હુમલો કરી ઢીકાપાટુનો માર મારતાં ગીતાબેનને બચાવવા માંડાડુંગર રઘુનંદનમાં રહેતાં તેના બહેન પુરીબેન મનોજભાઇ બારૈયા (ઉ.વ.૪૬) વચ્ચે પડતાં તેને પણ મારકુટ થતાં બંને બહેન સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ હતી.
સામા પક્ષે કાજલ રાહુલ બારૈયા (ઉ.વ.૩૦) પણ પોતાને મનસુખભાઇ, વિવેક, ગીતાબેને લાકડી, ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ સાથે સારવાર માટે દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભાવશેભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ એ-ડિવીઝન પોલીસમાં જાણ કરી હતી.
ગીતાબેને જણાવ્યું હતુ કે અમારા ઘર પાસે મારા જેઠે પાર્ક કરેલુ એક્ટીવા દૂર હટાવવા બાબતે નણંદ અને તેની પુત્રવધૂએ બોલાચાલી કરતાં આ મારામારી થઇ હતી. પોલીસે બંને પક્ષે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.
(3:05 PM IST)










