<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

૮ માર્ચઃ વિશ્વ મહિલા દિવસઃ સુખી થવાના ૭ પગલા

સશક્‍ત સમાજ માટે સાત ‘સ'ને અપનાવવાની અપીલ કરતા ધારાસભ્‍ય ડો.દર્શિતા શાહ

આવતી કાલે ૮ માર્ચનો દિવસ સમગ્ર વિશ્વ વિશ્વ મહિલા દિવસ તરીકે મનાવે છે.આ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે તમામ મહિલાઓને શુભેચ્‍છા પાઠવતા વિધાનસભા-૬૯ ના ધારાસભ્‍ય ડો. દર્શિતા શાહ એ જણાવેલ છે કે વિશ્વની તમામ નારીઓને હું વંદન કરું છું.અને આ દિવસ નારીત્‍વના મહત્‍વને સમજાવવાનો સન્‍માનનો અને નારી શક્‍તિ સ્‍વરૂપ અને આદર કરવાનો દિવસ છે.રાષ્‍ટ્રના ઘડતરમાં કે વિશ્વના ઘડતરમાં નારીનું અમૂલ્‍ય યોગદાન છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં આજે દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે.તેમજ ગળહ મંત્રી અમિતભાઈ શાહ,રાષ્‍ટ્રીય અધ્‍યક્ષશ્રી જે.પી.નડ્ડા સાહેબ,ગુજરાત રાજ્‍યના  મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને ગુજરાત રાજ્‍ય ભાજપ યશસ્‍વી અધ્‍યક્ષશ્રી પાટીલ સાહેબના કુશળ નેતળત્‍વમાં દેશ અને રાજ્‍ય વિશ્વમાં વિકાસની ઊંચાઈ સર કરી રહ્યું છે.

ભારતના સર્વાંગી વિકાસમાં વિકસિત ભારત ૨૦૪૭ ના સંકલ્‍પને ચરિતાર્થ કરવા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈએ સમાજના ચાર વર્ગો ગરીબ,યુવા,અન્નદાતાઓ અને નારી શક્‍તિના ઉત્‍કર્ષ પર ભાર મુકેલો છે. તેમજ માનનીય નરેન્‍દ્ર ભાઈ મોદી સાહેબે લોકસભા અને વિધાનસભામાં ૩૩% પ્રતિનિધિત્‍વ મહિલાઓને આપેલ છે. તેમજ તાજેતરમાં જ કેન્‍દ્ર સરકારનું બજેટ નાણામંત્રી શ્રી નિર્મળા સીતારમણે રજૂ કરેલ તેમાં પણ મહિલાઓ માટે અનેકવિધ જાહેરાતો કરેલ છે એસસી, એસટી  વર્ગની મહિલાઓ પહેલીવાર ઉદ્યમી બનવા જઈ રહેલ છે.તેને સરકાર ૨ કરોડ સુધી લોન આપશે.મહિલા અને બાળકોના પોષણને મજબૂત કરવા કેન્‍દ્રીય બજેટમાં સક્ષમ આંગણવાડી અને પોષણ યોજનાઓને વેગ આપશે.પોષણ યોજનાથી ૧ કરોડ ગર્ભાવતી મહિલાઓને અને ૮ કરોડ બાળકોને લાભ મળશે.

ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈને રજૂ કરેલ બજેટમાં પણ મહિલાઓ માટે અનેકવિધ જાહેરાતો કરેલ છે.મહિલાઓ માટે ૧૧% બજેટ વધારવામાં આવ્‍યો છે.જે અંતર્ગત મહિલા અને બાળવિકાસ વિભાગ માટે રૂ.૭૬૬૮ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.પાંચ શહેરોમાં ર્વકિંગ વુમન હોસ્‍ટેલ ગંગા સ્‍વરૂપા બહેનો રૂ.૩૦૧૫ કરોડની સહાય મુખ્‍યમંત્રી માતળશક્‍તિ યોજના માટે ૩૭૨ કરોડની જોગવાઈ,વ્‍હાલી દીકરી યોજના હેઠળ ૨૧૭ કરોડ તેમજ દૂધ સંજીવની યોજના હેઠળ સગર્ભા ધાત્રી માતાઓને ફોર્ટિફાઇડ દૂધ મળશે. તેમજ ૧૩૩ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. નમો ડ્રોન દીદી,લખપતિ દીદી તેમજ નવી સખી સાહસ યોજનાના માધ્‍યમથી મહિલાઓ વધુ સશક્‍ત,સમર્થ અને આત્‍મનિર્ભર બને તે મુખ્‍ય ઉદેશ સરકારશ્રીનો છે.આંગણવાડી માટે નાસ્‍તો અને ભોજન ની ટેક હોમ રાશન પૂરું પાડવા ૯૭૩ કરોડની જોગવાઈ કરવામાં આવેલ વિદ્યાર્થીઓને સરસ્‍વતી સાધના યોજના હેઠળ ધોરણ-૯માં અભ્‍યાસ કરતી ૧.૨૫ લાખ ઓબીસી અને ૧૩,૬૦૦ આર્થિક પછાત વિદ્યાર્થીનીઓને સાયકલ સહાયની કરેલ છે. નમો લક્ષ્મી યોજના માટે રૂ.૧૨૫૦ કરોડની તેમજ નમો સરસ્‍વતી વિજ્ઞાન સાધના યોજના માટે રૂ.૨૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. સુખી થવાના આ સાત પગલાસ્ત્રી આ ધરતી પર ભરશે તો દરેકસ્ત્રીનું પોતાનું આભ હશે.અને પોતાની પાંખ અને પોતાની ઉંચાઈ હશે.તથા હું દરેક મહિલાઓને અનુરોધ કરું છું કે,સમયનો સદુપયોગ કરો,હકારાત્‍મક વિચારો કરો,હમેશા બીજાની સાચી પ્રશંસા કરો,એકસ્ત્રી બીજીસ્ત્રીની ઈર્ષ્‍યાન કરે અને સન્‍માન આપી,દરેક વ્‍યક્‍તિ સાથે પ્રેમથી રહો,દરેકને બિનશરતી માફી આપો,હમેશા હસતા રહો,બીજાની વાતોને ધ્‍યાનથી સાંભળો. તથા મહિલાઓ સાત ‘સ' અપનાવે,  Savegirl child,Selfie with tree,Save Water, Segregation, Study, Self Defence, Self Reliance

મહિલાએ દરેક ક્ષેત્રે પોતાની ક્ષમતા નો પરિચય આપેલ છે.તેમ જ હું તમામ મહિલાઓને અપીલ કરું છું કે સરકાર શ્રી જુદી જુદી યોજનાઓને મહત્તમ ઉપયોગ કરી સશક્‍ત અને સમર્થ બને.તેમ જ તેઓ રાષ્‍ટ્રના યોગદાનમાં મહત્તમ ફાળો આપે.કોઈપણ દેશની પ્રગતિમાં મહિલાઓનું યોગદાન હોય જ છે.મહિલાઓ ના સાથ સહકાર વગર કોઈ દેશની પ્રગતિ શકય નથી. ફરી આ તકે મહિલા દિવસ અને શક્‍તિ પર્વનાના દિવસે તમામ મહિલાઓને વંદન સાથે મારી હાર્દિક શુભેચ્‍છા પાઠવું છું.

(3:21 PM IST)