તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
વોર્ડ નં.૩ને મળશે નવી વોર્ડ ઓફીસ : રોડ, ડિવાઇડ બ્લોક, ગાર્ડન સહિતના કામો મંજુર
ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, બાબુભાઇ ઉધરેજા, અલ્પાબેન દવે તથા કુસુમબેન ટેકવાણીની રજુઆતને લીલીઝંડી

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૩માં રૂ.૧૩.૦૫ લાખના ખર્ચે ગુમાનસિંહજી માર્કેટ પાછળ આવેલ રોડ પર સી.સી. કરવાનું કામ રૂ.૯૦.૭૪ લાખના ખર્ચે રેલનગર મેઇન રોડ પર રાજકોટ ટી.પી. સ્કીમ નં.૧૯, એફ.પી. નં.૨૧/એ માં ડિવાઇડર બ્લોક તથા ગાર્ડન ડેવલોપ કરવાનું કામ રૂ.૩૩.૭૨ લાખના ખર્ચે નવી વોર્ડ ઓફિસ ૩-બ બનાવવાનું કામ, તથા રૂ.૩૫.૪૪ લાખના ખર્ચે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકનાં પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ બનાવવાનું આમ કુલ રૂ.૧.૭૩ કરોડના જુદા જુદા કામો આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.
કામ મંજુર કરવા બદલ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા તથા વોર્ડ નં.૩ના કોર્પોરેટરશ્રીઓ બાબુભાઇ ઉઘરેજા, અલ્પાબેન દવે તથા કુસુમબેન ટેકવાણી દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે
(3:45 PM IST)










