<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

જ્ઞાનપ્રકાશ સ્‍વામી માફી માંગી લ્‍યે, નહીતર હું આત્‍મવિલોપન કરીશ

વ્‍યથિત થયેલા કિરીટભાઇ ભીમજીયાણીની આકરી ચીમકી

રાજકોટ તા. ૭ : સ્‍વામિનારાયણના કહેવાતા જ્ઞાનપ્રકાશ સ્‍વામીએ પૂ. જલારામ બાપા વિષે બફાટ કરતા જલારામ બાપાના ભકતોની લાગણી દુભાણી છે. હવે જાજો વિલંબ કર્યા વગર જ્ઞાનપ્રકાશ સ્‍વામી વિરપુર જલારામબાપાને શીશ ઝુકાવી માફી માંગી લ્‍યે નહીતર હું આત્‍મવિલોપન કરીશ. તેમ ખુબ વ્‍યથિત થયેલા કિરીટભાઇ ભીમજીયાણી (મો.૮૧૫૪૦ ૧૮૧૮૯)એ ચીમકી ઉચ્‍ચારી છે. તેઓ જણાવ્‍યુ છે કે જયાં સુધી માંફી ન માંગવામાં આવે ત્‍યાં સુધી હું અનાજનો દાણો પણ મોંમાં નહીં મુકવાનું આજથી આકરૂ પ્રણ લઉ છુ. કહેવાતા સ્‍વામી ઝડપથી ભુલ સ્‍વીકારી લ્‍યે તેમા જ ભલાઇ હોવાનું તેઓએ એક યાદીના અંતમાં જણાવ્‍યુ છે.

(3:46 PM IST)