<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

વોર્ડ નં.૧માં ભુગર્ગ ગટરની ફરિયાદોનો નિકાલ કરવા માટે રૂ.૨૪ લાખ મંજુર

કેબીનેટ મંત્રી તથા કોર્પોરેટ ભાનુબેન બાબરીયા, દુર્ગાબા જાડેજા, ડો.અલ્‍પેશભાઇ મોરજરીયા તથા હિરેનભાઇ ખીમાણીયાની રજુઆત ફળી

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧માં રૂ.૨૪.૭૭ લાખના ખર્ચે ભુગર્ભ ગટરની ફરિયાદોનો નિકાલ કરવાની કામગીરી આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામ મંજુર કરવા બદલ કેબીનેટ મંત્રી તથા વોર્ડ નં.૦૧ના કોર્પોરેટર ભાનુબેન બાબરીયા, તેમજ કોર્પોરેટરશ્રીઓ દુર્ગાબા જાડેજા, ડૉ.અલ્‍પેશભાઇ મોરજરીયા તેમજ હિરેનભાઇ ખીમાણીયા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(3:48 PM IST)