તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
વોર્ડ નં.૧૨માં વિકાસ વેગવંતોઃ ભુગર્ભ ગટર ફરિયાદ નિવારણ ડીઆઇ પાઇપલાઇન બિછાવાશે
પૂર્વ મેયર ડો. પ્રદીપ ડવ, કોર્પોરેટરો મિતલબેન, અસ્મિતાબેન, મગનભાઇની સફળ રજુઆત

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૨માં (૧) રૂા. ૪૨.૪૪ લાખના ખર્ચે પ્રાઇવેટાઇઝેશનથી ભુગર્ભ ગટરની ફરીયાદોનો નિકાલ કરવાના કામ. (૨) રૂા. ૫૦.૨૮ લાખના ખર્ચે વાવડી વિસ્તારમાં આવેલ રામેશ્વર ગોલ્ડ રેસીડેન્સીમાં ‘જનભાગીદારી યોજના' હેઠળ ડી.આઇ. પાઇપલાઇન નાખવાના કામ આમ કુલ રૂા. ૯૨.૭૨ લાખના જુદા જુદા કામો આજ રોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.
કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર મિતલબેન લાઠીયા, અસ્મિતાબેન દેલવાડીયા, મગનભાઈ સોરઠીયા તથા ડો. પ્રદીપભાઈ ડવ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે
(3:49 PM IST)










