<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

વોર્ડ નં.૭માં શ્રી મહાત્‍મા ગાંધી પ્રાથમિક શાળાનું નવુ બિલ્‍ડીંગ બનાવાશે

નગરસેવકો દેવાંગ માંકડ, ડો.નેહલ શુકલ, જયશ્રીબેન ચાવડા તથા વર્ષાબેન પાંધીની રજુઆતને સફળતા

રાજકોટઃ રાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ નં.૭માં રૂ.૪.૯૬ કરોડના ખર્ચે શ્રી મહાત્‍મા ગાંધી પ્રાથમિક શાળા નં.૧૧ નું જુનું બિલ્‍ડીંગ દૂર કરી, નવું બિલ્‍ડીંગ બનાવવાનું કામ આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્‍ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૭ના કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, દેવાંગભાઇ માંકડ તથા ડો.નેહલભાઇ શુક્‍લ દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(3:57 PM IST)