તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
વોર્ડ નં.૨માં બાળકો માટે થશે ક્રિડાંગણનું નિર્માણ

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૨માં રૂ.૧૬.૯૭ લાખના ખર્ચે પુનિતનગર-૨ શેરી નં.૨ ની સામે આવેલ ટી.પી.-૯ માં આવેલ ગાર્ડન હેતુના પ્લોટમાં નવા પેવીંગ બ્લોક નાખી, એપ્રોચ પાથવે તથા ગાર્ડનીંગ કરવાનુ કામ, રૂ.૨૭.૨૮ લાખના ખર્ચે જાગૃતિ શ્રમજીવી સોસાયટી શેરી નં.૧૦ના છેડે આવેલ કોમન પ્લોટમાં બાલક્રિડાંગણ બનાવવાનું કામ, રૂ.૨.૩૬ કરોડના ખર્ચે હરીહર ચોકમાં જુનો મેશનરી આર્ચ કલવર્ટ દૂર કરી, નવો બોકસ કલવર્ટ બનાવવાનું તથા સદર પોલીસ સ્ટેશન પાસે તથા મહિલા પોલીસ સ્ટેશન પાસે સ્લેબ કલવર્ટ સ્ટ્રેન્ધનિંગ કરવાનુ કામ, આમ કુલ મળી રૂ.૨.૮૦ કરોડના જુદા જુદા કામો આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.
આ કામ મંજુર કરવા બદલ વિધાનસભા-૬૯ના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, શાસક પક્ષ દંડક મનિષ રાડીયા, તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે
(3:51 PM IST)










