તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
મેયરને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા રાજકોટ પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટરો

શુભેચ્છાઃ રાજકોટ મહાનગરપાલિકાના મેયર અને વોર્ડ નં.૪ના કોર્પોરેટર નયનાબેન વિનોદભાઈ પેઢડીયાનો આજ તા.૦૭ ના જન્મદિવસ છે. આજ તા.૦૭/૦૩/૨૦૨૫ના મળેલ સ્ટેન્ડિંગ કમિટી મિટીંગ પૂર્વે મળેલ સંકલન મિટીંગમાં નવ નિયુક્ત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તે વખતની તસ્વીર. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:51 PM IST)










