તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
રવિવારે ડો.જીતેન્દ્ર અમલાણીના જન્મદિવસે નિઃશૂલ્ક કિડની નિદાન - મહારકતદાન કેમ્પ
શું તમારી કિડની બરાબર છે ને? આ વર્ષની થીમ*યુરોકેર હોસ્પિટલ ખાતે ડો.હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિઃ શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન, સુશ્રી સાંસ્કૃતિક ચેરીટેબલ ટ્રસ્ટ, સદભાવના ટ્રસ્ટનો સહયોગ

રાજકોટઃ વિશ્વ કિડની ડે નિમીતે ડો.જીતેન્દ્ર અમલાણી સેવા કાર્યો દ્વારા જન્મદિન ઉજવશે. અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ડો.જીતેન્દ્ર અમલાણી, દિપભાઈ કોટેચા, યોગેશભાઈ વરીયા, હસમુખભાઈ જીતીયા સહિતના નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા.૭: કીડનીના રોગના નિષ્ણાંત અને જાણીતા તબીબ ડો.જીતેન્દ્ર અમલાણી તેના સેવા કાર્યોના ખૂબ જાણીતા છે. આ વર્ષ પૂર્વ તેઓ તેમના જન્મદિવસે નિઃશૂલ્ક કિડની નિદાન - મહારકતદાન કેમ્પ સહિતના કાર્ય દ્વારા કરશે.
વિશ્વ કિડની ડે અને ડોક્ટર જીતેન્દ્ર અમલાણીના જન્મદિવસ નિમિત્તે નિઃશુલ્ક કિડની નિદાન કેમ્પનું આયોજન તથા મહારક્તદાન કેમ્પ સહિત અનેક સેવાકાર્યોનું આયોજન થયું છે. વિશ્વ કિડની દિવસ દર વર્ષે માર્ચ મહિનામાં ઉજવવામાં આવે છે. દર વર્ષે લોકોમાં જનજાગળતિ ફેલાય તે માટે વિવિધ થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ છે - શું તમારી કિડની બરાબર છે ને? અને શું તમારી કિડની સ્વસ્થ છે ને? અને તમારી કિડનીને સાચવો. સમગ્ર દેશમાં ૧૦% થી વધુ લોકો કિડની રોગથી પીડાય છે અને આધુનિક જીવનશૈલીને કારણે કિડની રોગમાં સતત વધારો થતો જાય છે અને સમયસર સારવાર જરૂરી છે. સમાજમાં કિડની રોગ અંગેની જનજાગળતિ માટે વર્લ્ડ કિડની ડે નિમિત્તે યુરોકેર હોસ્પિટલ વિદ્યાનગર મેઈન રોડ ખાતે નિઃશુલ્ક કિડની નિદાન કેમ્પ - ૯ માર્ચ ૨૦૨૫, રવિવાર સવારે ૯ વાગ્યાથી ૧ વાગ્યા સુધી યોજાશે. કેમ્પનું ઉદધાટન રાજકોટના જાણીતા તબીબોની ઉપસ્થિતીમાં પૂ.અપૂર્વમુનીસ્વામી, સાઈ દવે સહિતના ઉપસ્થિત રહેશે.
રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર કચ્છની અગ્રણી કિડની અને યુરોલોજી હોસ્પિટલ, યુરોકેર હોસ્પિટલ દ્વારા વર્લ્ડ કિડની ડેના ઉદ્દેશ્યથી અને ડૉ. જીતેન્દ્ર અમલાણીના જન્મદિન નિમિત્તે ફ્રી કિડની નિદાન હેલ્થ કેમ્પ તથા સિવિલ હોસ્પિટલના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં કિડની, પથરી, પ્રોસ્ટેટ, મૂત્રાશય, જનન અવયવ, વંધ્યત્વ અને સેક્સથી સંકળાયેલા રોગોથી પીડાતા દર્દીઓ માટે નિઃશુલ્ક નિદાનની અનોખી તક આપવામાં આવશે. કેમ્પ દરમિયાનઃ નિષ્ણાંત યુરોલોજીસ્ટ ડૉ. જીતેન્દ્ર અમલાણી, ડૉ. પ્રતીક અમલાણી અને ડૉ. જીગેન ગોહેલ દ્વારા તમામ પ્રકારની કિડની, પથરી અને પ્રોસ્ટેટની તકલીફો માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન સાથે જ બાળકોમાં જન્મજાત મૂત્રાશયની સમસ્યાઓ અને પેશાબની તકલીફ માટે પીડિયાટ્રિક યુરોલોજીસ્ટ ડૉ. ધળતિ કલસરિયા અમલાણી દ્વારા નિઃશુલ્ક તપાસ અને રાહત દરે સારવાર તથા કિડની અને મૂત્રાશયની ગંભીર સમસ્યાવાળા જરૂરિયાતમંદ દર્દીઓને રાહત દરે રિપોર્ટ અને સારવાર થશે.
બ્લડ ડોનેશન કેમ્પઃ યુરોકેર હોસ્પિટલ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પ્રેરિત ડૉ. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશન-વિનય જસાણી, સુરશ્રી સાસ્કળતિક ચેરીટેબલ ટ્રસ્ટ - કિરીટભાઈ રાજપરા અને સદભાવના માનવસેવા ટ્રસ્ટના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન થયું છે.
માર્ચ મહિનામાં કિડની રોગ અંગેના જનજાગળતિના જુદા જુદા કાર્યક્રમો યુરોકેર હોસ્પિટલ દ્વારા કરવાના છે. આ થકી જે લોકો રક્તદાન કરશે તેમના નામથી સદભાવના માનવસેવા ટ્રસ્ટ દ્વારા એક વળક્ષ વાવેતર કરી ત્રણ વર્ષ સુધી તેનો ઉછેર કરવામાં આવશે. તેમજ દર ત્રણ મહિને તમને વોટ્સએપમાં ફોટો મોકલવામાં આવશે.
હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રક્તની ભારે અછત હોવાથી આ રક્તદાન કેમ્પમાં લોકો વધુમાં વધુ રક્તદાન કરે તેવી અપીલ કરવામાં આવે છે. કોઈ વ્યક્તિના જન્મદિવસ નિમિત્તે કે સ્મળતિ રૂપે અથવા અન્ય કોઈ પણ પ્રસંગે સિવિલ હોસ્પિટલના લાભાર્થે રક્તદાન કેમ આયોજિત કરવા માટે સંપર્ક કરો વિનય જસાણી મો. ૯૪૨૮૨ ૦૦૬૬૦. તમામ દર્દીઓને, સમયસર પોતાના હેલ્થ રિપોર્ટ્સ સાથે કેમ્પમાં હાજર રહેવા અપીલ કરીએ છીએ.
(3:52 PM IST)










