તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહઃ ભૂમિપુજન તથા ધજાજીનું સ્થાપનઃ જર્મન ડોમ બનશે
સુપ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂ.જીગ્નેશદાદાની દિવ્યવાણી થકી લાખો લોકો ધન્ય બનશેઃ વૈષ્ણવો તથા સનાતની ભાવિકો ઉમટશે - ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચથી પ એપ્રિલ ર૦રપ દરમ્યાન રેસકોર્ષ મેદાન, રાજકોટ ખાતે ૧૦૮ પોથીજીના દર્શનનો અલૌકીક લ્હાવોઃ પોથીજીની નોંધણી માટે ધસારો - પોથીજીની નોંધણી તથા ભાગવત સપ્તાહ સંદર્ભે કોઇ પણ પુછપરછ માટે રાજકોટ લોહાણા મહાજન ઓફીસ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર, ભવાની ગોલા પાસે, કાલાવડ રોડ રાજકોટ (મો. ૯પ૩૭૭ ૧૧૭૭૪) અથવા તો એલઆઇસી ઓફીસ સામે ટાગોર રોડ ખાતે કાર્યાલયનો સંપર્ક કરી શકાય છે - લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્ટી મંડળ-ટીમ જબરૂ આયોજન કરવામાં વ્યસ્ત

રાજકોટ, તા., ૭ : વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન રાજકોટ લોહાણા મહાજન દ્વારા પિતૃઓના મોક્ષાર્થે તથા પિતૃઓના આત્માની શાંતિ અર્થે ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચથી પ એપ્રિલ ર૦રપ દરમ્યાન રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે પવિત્ર વાતાવરણમાં અલૌકીક જાજરમાન ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાના-મોટા સૌ કોઇમાં અપાર લોકચાહના ધરાવનાર સુપ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂ.જીગ્નેશદાદા રાધે રાધે વ્યાસાસન ઉપર બિરાજમાન થશે. તેઓની દિવ્ય વાણી થકી લાખો લોકો ધન્ય બનશે. વૈષ્ણવો તથા સનાતની ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડશે.
અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના સહયોગ તથા માર્ગદર્શન હેઠળ યોજાનાર ૧૦૮ શ્રીમદ ભાગવત સપ્તાહ માટે રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે વિશાળ-આધુનિક-આકર્ષક જર્મન ડોમ બનશે. જેમાં દરરોજ હજારો લોકો ભાવગત સપ્તાહનું રસપાન કરી શકશે. ભાવીકો ૧૦૮ પોથીજીના પવિત્ર દર્શનનો અલૌકીક લ્હાવો લઇ શકશે. પોથીજીની નોંધણી માટે પણ ભારે ઘસારો જોવામાં આવી રહયો છે. કથાનો સમય દરરોજ બપોરે ૩ થી સાંજે ૭ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. દરરોજ કથા વિરામ બાદ હજારો ભાવીકો મહાપ્રસાદ લઇ શકે તે માટે સુપેરે આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત સપ્તાહને દરરોજ અકિલા લાઇવના માધ્યમથી વિશ્વના લાખો લોકો ઘરબેઠા સાંભળી-નિહાળી શકે તે માટે પણ અલાયદુ આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર ભાગવત સપ્તાહના આયોજનને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ-સહકાર-હુંફ મળી રહયા છે. ભાગવત સપ્તાહમાં પોથી લખાવનારે પુજાના સમયે પિતૃના ફોટા અને છેડા-છેડી જ સાથે રાખવાના રહેશે. આ સિવાયની પુજાની તમામ સામગ્રી રાજકોટ લોહાણા મહાજન તરફથી પુરી પાડવામાં આવશે.
પોથીજીની નોંધણી તથા ભાગવત સપ્તાહ સંદર્ભે કોઇ પણ પુછપરછ માટે રાજકોટ લોહાણા મહાજન ઓફીસ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર ભવાની ગોલા પાસે કાલાવડ રોડ રાજકોટ (મો. ૯પ૩૭૭ ૧૧૭૪૪) અથવા તો મહિલા કોલેજ અંડરબ્રીજથી એસ્ટ્રોન ચોક તરફ જતા એલઆઇસી ઓફીસ સામે ટાગોર રોડ રાજકોટ ખાતે આવેલ કાર્યાલયનો સંપર્ક કરવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ તથા કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇની યાદીમાં જણાવાયું છે.
રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહનું આયોજન વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે વિદ્વાન-સુપ્રસિધ્ધ ભાગવતાચાર્ય શ્રી હિરેનભાઇ શાષાી અને તેમની ટીમ દ્વારા ભાગવત સપ્તાહ સંદર્ભે ભાવપુર્વક ભુમીપુજન તથા પવિત્ર ધજાજીનું સ્થાપન કરાવવામાં આવ્યું હતું. ભુમીપુજન તથા પવિત્ર ધજાજીના સ્થાપન સમયે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, મહાજન મંત્રી શ્રીમતી રીટાબેન કોટક, મહાજન ટ્રસ્ટીઓ શ્રી કિશોરભાઇ કોટક, મુકેશભાઇ પાબારી, હિરેનભાઇ ખખ્ખર, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, શ્રીમતી નિકીતાબેન નથવાણી, શ્રીમતી અલ્પાબેન બચ્છા, શ્રીમતી અલ્કાબેન પુજારા, શ્રીમતી ભાવીનીબેન ખખ્ખર, અગ્રણીઓ શ્રી યોગેશભાઇ જસાણી, અશોકભાઇ હિન્ડોચા, હિતેનભાઇ પારેખ, દક્ષિણી સહીતના મહાનુભાવો હાજર રહયા હતા. જે તસ્વીરમાં જોઇ શકાય છે.
શ્રીમદ ભાગવત સપ્તાહના ભવ્ય- દિવ્ય- અલોૈકીક આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રીશ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્ટીઓશ્રી જીતુભાઇ ચંદારાણ, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ, શ્યામલભાઇ સોનાલ, ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્ખર, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ડો.જનકભાઇ ઠક્કર, મુકેશભાઇ પાબારી, ડો.ભાવેશભાઇ સચદે, ડો.ચેતનભાઇ હિન્ડોચા, ધવલભાઇ ખખ્ખર શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્પાબેન બરછા, શ્રીમતિ અલ્કાબેન પુજારા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, ડો.કૃપાબેન ઠક્કર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, શ્રીમતિ સીમાબેન રાજદેવ, લોહાણા મહાજનવાડી એડમિનિસ્ટ્રેટરશ્રી હિતેનભાઇ પારેખ- દક્ષિણી સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.(૪.૨૮)
(3:52 PM IST)










