તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
વોર્ડ નં.૯ના મુંજકામાં આરોગ્ય કેન્દ્ર બનશેઃ કુલ રૂ.૧૪.૯૧ કરોડના કામોને લીલીઝંડી
જન સુખાકારી માટે નગરસેવકો પુષ્કરભાઇ પટેલ, જીતુભાઇ કાટોળીયા, આશાબેન ઉપાધ્યાય તથા દક્ષાબેન વસાણી સક્રીય

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૯માં રૂ.૩.૪૧ કરોડના ખર્ચે મુંજકા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર બનાવવાના કામ, રૂ.૧.૩૪ કરોડના ખર્ચે ‘અમળત-ર.૦' યોજના અંતર્ગત વોર્ડ નં.૯માં મુંજકા વિસ્તારમાં હયાત એસ.પી.એસ.માં ડ્રેનેજ હાઉસ કનેકશન સીસ્ટમ તથા રોડ રીસ્ટોરેશન કરવાના કામ તથા ૧૦.૧૬ કરોડના ખર્ચે ‘અમળત-ર.૦' યોજના અંતર્ગત વોર્ડ નં.૯માં મુંજકા વિસ્તારમાં પ્રપોઝ્ડ એસ.પી.એસ.માં(પાર્ટ-૧ થી ૫માં) ડ્રેનેજ હાઉસ કનેકશન સીસ્ટમ તથા રોડ રીસ્ટોરેશન કરવાના કામ આમ કુલ રૂ.૧૪.૯૧ કરોડના જુદા જુદા કામો આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૯ના કોર્પોરેટરઓ આશાબેન ઉપાધ્યાય, દક્ષાબેન વસાણી, જીતુભાઈ કાટોળીયા તથા પુષ્કરભાઈ પટેલ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે
(3:53 PM IST)










