<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

અનોખો સંયોગઃ રાજકોટમાં ૧૬ વર્ષ બાદ શહેર ભાજપ પ્રમુખ તથા સ્‍ટે. ચેરમેન બ્રાહ્મણ

વર્ષ ર૦૦૯ પ્રમુખ નિતીનભાઇ ભારદ્વાજ તથા સ્‍ટે. ચેરમેન તરીકે કશ્‍યપભાઇ શુકલએ સંગઠન-સત્તા સંભાળેલ

રાજકોટ, તા. ૭: રાજકારણમાં કયારે કંઇ પરિસ્‍થિતિ આવે અને કંઇ  સ્‍થિતી બદલે તેનો કયાસ રાજકીય પંડિતો પણ નથી કરી શકતા. ત્‍યારે રાજકોટમાં ગઇકાલે શહેર ભાજપ પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે અને ડો. માધવ દવેને જવાબદારી સોંપવામાં આવી છે.

જોગાનુજોગ રાજકોટમાં ૧૬ વર્ષ પહેલાના રાજકીય જ્ઞાતિગત સમીકરણનું પુનરાવર્તન થવા પામ્‍યું છે. વર્ષ ર૦૦૯ માં એટલે કે ૧૬ વર્ષ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ તરીકે નિતીનભાઇ ભારદ્વાજની નિયુકતી કરવામાં આવી હતી અને ત્‍યારે મનપાના સ્‍ટે. ચેરમેન પદે કશ્‍યપ શુકલ જવાબદારી વહન કરી રહયા હતા.

પુનરાવર્તનના ભાગરૂપે સ્‍ટે. ચેરમેન તરીકે હાલ જયમીન ઠાકર સ્‍ટેન્‍ડીંગ ચેરમેન છે અને ગઇકાલે શહેર ભાજપ પ્રમુખ તરીકે માધવ દવેને કમાન સોંપાતા ફરી બે બ્રાહ્મણોની જોડી બની છે. આમ સતા અને સંગઠનના મહત્‍વના પદ ઉપર ભાજપે બ્રહ્મસમાજને અગ્રીમ સ્‍થાન આપ્‍યું છે. (૬.ર૩)

(4:37 PM IST)