<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

રાજકોટમાં કઇ રીતે થશે કચરાનું વ્‍યવસ્‍થાપન? તુષાર સુમેરાએ ૧૨મી રિજીઓનલ ૩આર અને સકર્યુલર ઇકોનોમી ફોરમમાં આપ્‍યો ચિતાર

જયપુર ખાતે દેશના ૧૦૦ સ્‍માર્ટ સીટી પૈકી બેસ્‍ટ પ્રોજેકટ ચેલેન્‍જ રાઉન્‍ડ માટે ૧૮ શહેરોની પસંદગીઃ ગુજરાતમાંથી એકમાત્ર રાજકોટને સ્‍થાન :કેન્‍દ્રના CITIIS 2.0 પ્રોજેકટમાં પસંદગી પામેલા ગુજરાતના એક માત્ર શહેર રાજકોટ માટે મહાનગરપાલિકા, RSCDL, રાજ્‍ય સરકારશ્રી તથા આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય વચ્‍ચે કરારઃ રૂ.૧૩૫ કરોડની ગ્રાન્‍ટ મળશે

રાજકોટ, તા. ૭: કેન્‍દ્ર સરકારશ્રી દ્વારા દેશના ૧૦૦ સ્‍માર્ટ સિટીઝ માટે CITIIS ૨.૦ (CITY INVESTMENT TO INNOVATE, INTEGRATE AND SUSTAIN 2.0) પ્રોગ્રામ નક્કી કરવામાં આવેલ અને તેમાં ઇન્‍ટીગ્રેટેડ સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ સંબંધી પ્રોજેક્‍ટ રજુ કરનાર ૧૦૦ સ્‍માર્ટ સિટી પૈકી બેસ્‍ટ પ્રોજેક્‍ટ તૈયાર કરવા ચેલેન્‍જ રાઉન્‍ડ દ્વારા ૧૮ શહેરોની પસંદગી કરવામાં આવેલ હતી તેમાં ગુજરાતમાંથી એક માત્ર રાજકોટ મહાનગરપાલિકાના પ્રોજેક્‍ટ “RISE”ની CITIIS 2.0 (CITY INVESTMENT TO INNOVATE, INTEGRATE AND SUSTAIN 2.0) પસંદગી થયેલ હતી.

 આ અનુસંધાનમાં તાજેતરમાંતારીખ ૩, ૪ અને ૫મી માર્ચ, દરમ્‍યાન જયપુર, રાજસ્‍થાન ખાતે યોજાયેલી એશિયા-પેસિફિક રિજિયનની ૧૨મી રિજિયોનલ “3R અને સકર્યુલર ઈકોનોમી ફોરમ”માં રાજકોટ મહાનગરપાલિકા વતી મ્‍યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનરશ્રી. સી.કે. નંદાણી દ્વારા પ્રતિનિધિત્‍વ કરવામાં આવ્‍યું હતું. ભારત સરકારશ્રીના આવાસ અને શહેરી બાબતોના માનનીય મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર, CITIIS 2.0 પ્રોજેકટના સ્‍ટેકહોલ્‍ડર્સ, ગુજરાત રાજ્‍ય સરકાર વતી શ્રી રેમ્‍યા મોહન, કમિશનર ઓફ મ્‍યુનિસિપાલિટીસ-એડમિનિસ્‍ટ્રેશન, ગુજરાતની હાજરીમાં CITIIS 2.0 પ્રોજેકટના અમલીકરણ માટે કેન્‍દ્ર સરકાર, રાજ્‍ય સરકાર, રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સ્‍માર્ટ સિટી ડેવલપમેન્‍ટ લિ. દ્વારા કરાર કરવામાં આવ્‍યા હતા. જેના પગલે રાજકોટ મહાનગરપાલિકાને કચરા એકત્રિકરણ અને તેના કમ્‍પ્‍લીટ પ્રોસેસિંગ સહિતની પ્રક્રિયા થકી સમગ્ર કચરા વ્‍યવસ્‍થાપન પ્રણાલીને વધુ મજબૂત બનાવવા રૂ.૧૩૫ કરોડની ગ્રાન્‍ટ મળશે. જયપુર ખાતેની આ કોન્‍ફરન્‍સમાં કમિશનર શ્રી તુષાર સુમેરાએ રાજકોટમાં હવે પછીના સમયમાં કચરા વ્‍યવસ્‍થાપન કઈ રીતે કાર્ય કરશે તે વિશે વિસ્‍તળત અહેવાલ આપેલ. CITIIS 2.0 એ એકીકળત કચરો વ્‍યવસ્‍થાપન અને પર્યાવરણ સંરક્ષણ માટેની એક મુખ્‍ય પહેલ છે. 3R (Reduce, Reuse, Recycle) ફોરમમાં ભારત સરકારના “સ્‍માર્ટ સિટી મિશન” હેઠળ ફ્રેંચ ડેવલોપમેન્‍ટ એજન્‍સી અને યુરોપીયન યુનિયનની મદદથી CITIIS 2.0 હેઠળ પસંદગી પામેલા ૧૮ શહેરો માટે પ્રોજેકટના અમલીકરણ માટે કરાર કરવામાં આવ્‍યા હતાં. કેન્‍દ્ર સરકારનો હેતુ તમામ ૧૮ શહેરોમાં સંપૂર્ણ પ્રક્રિયા પ્રોસેસિંગ સિચ્‍યુરેશન એટલે કે ૧૦૦ ટકા અમલીકરણ થાય તે છે, આવનારા પાંચ વર્ષમાં કેન્‍દ્ર સરકારશ્રીના માર્ગદર્શન અન્‍વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તેનું અમલીકરણ કરવામાં આવશે. આ પ્રોજેક્‍ટ અંતર્ગત પર્યાવરણની જાળવણી અને જે પ્રોજેક્‍ટ હાથ ધરવામાં આવશે તે ૧૦૦ટકા  પર્યાવરણને અનુરૂપ રહેશે.

આ મહત્‍વપૂર્ણ પ્રોજેક્‍ટ અંગે વિગતો આપતા મ્‍યુનિ. કમિશનર  તુષાર સુમેરાએ  જણાવ્‍યું હતું કે, ભારત સરકારશ્રીની મિનીસ્‍ટ્રી ઓફ હાઉસિંગ એન્‍ડ અર્બન અફેર્સ (MOHUA)દ્વારા ફ્રેંચ ડેવલોપમેન્‍ટ એજન્‍સી,યુરોપિયન યુનિયન (EU),નેશનલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ અર્બન અફેર્સ સાથે ભાગીદારીમાં જોડાઈનõCITIIS 2.0(CITY INVESTMENT TO INNOVATE, INTEGRATE AND SUSTAIN 2.0) પ્રોગ્રામને મંજૂર કરવામાં આવેલહતો.CITIIS 2.0અંતર્ગતસરકયુલર ઈકોનોમી પર ભાર મુકવામાં આવેલ છે.

આ પ્રોજેક્‍ટ અંતર્ગત સ્‍માર્ટ સિટીને પ્રોજેક્‍ટ્‍સની ડિઝાઇન, વિકાસ અને અમલીકરણ માટે જાણીતા ઇન્‍ટરનેશનલ નિષ્‍ણાતો દ્વારા ટેકનીકલ માર્ગદશનનો પણ લાભ મળશે.  (૩.૨૨)

(4:16 PM IST)