News of Saturday, 8th March 2025
વિશ્વ નારી દિવસ નારી તુ નારાયણી તુ જગત તારિણી
‘‘આજની નારી છે નારાયણી આપબળે આગળ વધતી, કુટુંબ માટે સંઘર્ષ કરતી, પગભર પણ થાતી... નારી શકિતના સ્વરૂપોને વંદન.''

Hey all women over there. આજે આપણો દિવસ છે. જે આખુ જગત કોઈ ને કોઈ રીતે મનાવશે.
નારી, જે ઘરમાં બધાના birthdays, anniversaries, results, baby showers અને બીજા બધા પ્રસંગો, જાત ભૂલીને, કદી ન ભૂલાય તેવા યાદગાર તહેવાર જેવા બનાવી દે છે. એ પણ માત્ર બીજાને જ ખુશી આપવા. પણ ઓ નારીઓ, આજે તો આપણા બધાનો જ દિવસ છે. બીજા બધાને ઘણુ બધુ આપ્યું. ચાલો, આજે જાતને કઇંક આપીએ. કોઈની આશા વગર ખુદ જ, પોતાને કઇંક surprise કરીએ.
કેટલા ગુંચવાયેલા રહીશું સંસારમાં? ચાલો થોડું જાણી લઈએ અંતરમાં. થોડી મિનિટો, થોડી કલાકો કે પછી આજનો આખો દિવસ, આપણી ખોવાયેલી જાતને શોધી તે ની સાથે વિતાવીએ. મનગમતું સંગીત સાંભળીએ, નાચીએ, કઇંક ગુનગુનાવીએ, ચિત્ર દોરીએ, રમીએ, તૈયાર થઈએ કે પછી કઈ જ કર્યા વગર સાવ એમનેમ બેસી રહીએ. પણ આપણા દિલને જે ખુશી આપે એવું કઈક કરીએ. આજે બીજાઓને નહીં, જાતને ખુશ કરીએ. કોઈના માટે નહીં, પોતાની માટે થોડું જીવીએ. કોઈની આશા વગર પોતે જ પોતાને surprise gift આપીએ. બધાની જિંદગી સંવારી શકીએ તો શું ખુદની થોડી પળો યાદગાર ન બનાવી શકીએ?
આપણે કરી શકીએ છીએ, કારણ કે આપણે સક્ષમ છીએ.. આપણે કરી શકીએ છીએ, કારણ કે આપણે એ માટે લાયક છીએ.. આપણે કરી શકીએ છીએ, કારણ કે આપણે નારી છીએ.
હું મારી જાતને અને બધી નારીઓને આ વિચાર અને લેખ ભેટ આપુ છું. તમે તમારી જાતને આજે શું આપી રહ્યા છો?
-ઈશા જીત માધાણી
(9:57 AM IST)










