News of Saturday, 8th March 2025
અનવરભાઇ મેમણ (છાપાવાળા)ની રમઝાન માસમાં જ વફાતઃકાલે સાંજે ઝિયારત-મજલિસ

રાજકોટ તા. ૮ : અહીંના રહીશ મેમણ અનવરભાઇ સીદીકભાઇ વીંછી (છાપાવાળા) (ઉ.વ.૭પ) તે સાજીદભાઇ (અકિલા) તથા સમીરભાઇના પિતાજી તા. ૭-૩-રપ ના ગઇકાલે શુક્રવારના રોજ પવિત્ર રમઝાન માસમાં છઠ્ઠી શરીફના છઠ્ઠા રોઝાના દિવસે સાંજે જન્નતનશીન થયા છે.
મર્હુમની મૈયત આજે શનિવાર સવારના ૮ કલાકે તેમના ઘેર હનુમાન મઢી રૈયા રોડ, છોટુનગર, કોમ્યુનિટી હોલ સામે જીલ્લાની ચોક, રાજકોટથી નિકળતા મર્હુમની નમાઝે જનાઝા સદર જામે મસ્જિદે સંપન્ન થયા બાદ દફનવિધી સદર કબ્રસ્તાન રાજકોટ ખાતે થઇ હતી. આ સમયે મેમણ સમાજના બિરાદરો, સ્નેહીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
મર્હુમની જીયારત આવતીકાલે રવિવારે તા.૯/૩ના સાંજે ૫:૩૦ કલાકે રૈયા રોડ નહેરૂનગર રઝા મસ્જીદ ખાતે અસરની નમાઝ બાદ રાખેલ છે. તેમજ ઓૈરતોની જીયારત હનુમાન મઢી પાસેના નિવાસસ્થાને રાખેલ છે.
અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના એડીટર શ્રી અજીતભાઇ ગણાત્રા, અકિલાના એકઝીકયુટીવ એડીટર, વેબ એડીશનના એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રાએ ફુલહાર કરી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતાં.
સંપર્ક :- સાજીદભાઇ વીંછી તથા સમીરભાઇ મો. ૯૭રપ૦ ૪૪૯૭૭, મો. ૮૧૬૦૦ ૯૧૧૧૪
(1:57 PM IST)










