News of Saturday, 8th March 2025
મહિલાઓ સમાજની આધારશિલા છેઃ પોતાના સમર્પણથી આખા સમાજમાં ઉજવળતા પ્રગટાવે છેઃ સંધ્યા અનૂપમસિહ ગેહલોત
આંતર રાષ્ટ્રીય મહિલા દિવસે જાણીતા મહિલા સામાજિક અગ્રણી શુભકામના પાઠવે છે

રાજકોટ, તા.,૮: મહિલાઓના પ્રશ્ને સતત જાગળત અને રાજકોટ, વડોદરા અને સુરતમાં મહિલા પ્રવળતિઓ અને મહિલાઓની શક્તિ બહાર લાવવામાં અથાગ જહેમત ઊઠાવનાર સંધ્યા અનુપમસિહ ગેહલોત દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત તમામ મહિલાઓને શુભેચ્છા પાઠવી છે.
સંધ્યા ગેહલોત જણાવે છે કે પોતાના અદમ્ય સાહસ, આત્મ સમર્પણથી માત્ર પોતાના જ નહિ આખા સમાજને ઉજવળ બનાવવા સાથે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બને છે.
સંધ્યાજી વિશેષમાં એક મહત્વની અપીલ કરતા જણાવે છે કે, મહિલાઓ માટે સરકાર આવકારદાયક કાયદો વ્યવસ્થાનું નિર્માણ કરેલ છે, આપણે તેનો સમજી વિચારી સારી રીતે અમલ કરવો જોઈએ. ઈશ્વરે આપણને સૃષ્ટિ નિર્માણ જેવું ખૂબ મહત્વનું કાર્ય સુપ્રત કરેલ છે, ત્યારે આપણને મળેલ અધિકારનો દૂરુપયોગ કરી કોઈનું જીવન કેવી રીતે બરબાદ કરી શકીએ. ફરીથી સહુને શુભેચ્છા
(2:56 PM IST)










