<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

હડમતીયાના ખેડૂત વિનુભાઇ હીરપરાનો આર્થિક ભીંસને લીધે ઝેર પી આપઘાત

ઘરેથી વાડીએ જવાનું કહીને નીકળ્‍યા બાદ સાજડીયાળી રોડ પરથી બેભાન મળ્‍યાઃ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ પોસ્‍ટમોર્ટમમાં ઝેરથી મોત થયાનો રિપોર્ટ

રાજકોટ તા. ૮: તાલુકાના હડમતીયા ગોલીડા ગામે રહેતાં વિનુભાઇ વાલજીભાઇ હીરપરા (ઉ.વ.૪૯) નામના પ્રોૈઢ સવારે સાડા છએક વાગ્‍યે હડમતીયા સાજડીયાળી રોડ પરથી બેભાન મળતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પોસ્‍ટમોર્ટમ થતાં ઝેરથી મોત થયાનો રિપોર્ટ આવ્‍યો હતો.

વિનુભાઇ બે ભાઇ અને ચાર બહેનમાં ત્રીજા હતાં અને ખેતી કામ કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર છે. ઘરેથી સવારે વાડીએ જવાનું કહીને નીકળ્‍યા બાદ બેભાન મળ્‍યા હતાં. તેમણે આપઘાત કર્યો કે કુદરતી મૃત્‍યુ થયું? તે જાણવા પોસ્‍ટમોર્ટમ કરાવાયું હતું.

 રિપોર્ટમાં ઝેરથી મોત થયાનું જાહેર થયું હતું. પરિવારજનોના કહેવા મુજબ આર્થિક ભીંસને કારણે તેમણે આપઘાત કર્યો હતો. પત્‍નિને કેન્‍સરની બિમારી હોઇ હાલમાં પૈસાની ખુબ ખેંચ રહેતી હતી. આ બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ, ધર્મેન્‍દ્રભાઇ, ભાવેશભાઇ અને  તોૈફિકભાઇએ કરતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના એએસઆઇ જે. કે. કુરીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:17 PM IST)