<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

મનપાની ફુડ શાખાની ડેરી ફાર્મોમાં ધોંસઃ ૧૫ દુધના નમુના લેવાયા

અંબિકા ટાઉનશીપ વિસ્‍તારમાં ઓમ રેસ્‍ટોરેન્‍ટમાંથી વાસીબ્રેડ, પીઝા બેઇઝ સહિત પ કિલો અખાદ્ય ચીજોનો નાશઃ યુનિ. રોડ પર ૧૮ ધંધાર્થીઓને ત્‍યાં ચેકીંગ

રાજકોટ તા.૮: મ્‍યુનિ.કોર્પોરેશનની ફુડશાખા દ્વારા શહેરના વિસ્‍તારોમાં ડેરી ફાર્મમાં ચેકીંગ દરમ્‍યાન ૧૫ દુધના નમુના લેવામાં આવ્‍યા હતા. વિવિધ કામગીરીની વિગતો આ મુજબ છે.

પ કિલો અખાદ્ય ચીજોનો નાશ

મહાનગરપાલિકાના સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન અંબિકા ટાઉનશીપ, ૮૦ ફૂટ રોડ, પટેલ ચોક, ધ કોર્ટ યાર્ડ આગળ, રાજકોટ મુકામે આવેલ ‘‘ઓમ રેસ્‍ટોરેન્‍ટ'' પેઢીની તપાસ કરતા સ્‍થળ પર સંગ્રહ કરેલ ઉત્‍પાદનની વિગતો વગરની/એક્‍સપાયરી ડેટ વીતેલ વાસી બ્રેડ, પીઝા બેઇઝ તથા પાઉં જેવી બેકરી પ્રોડક્‍ટસ મળીને અંદાજીત ૦૫ કિ.ગ્રા. અખાદ્ય જથ્‍થોનો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને હાઈજીનિક કન્‍ડિશન જાળવવા, યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

યુનિવર્સીટી પર ચેંકીગ

ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના પંચાયત ચોક થી જે.કે. ચોક યુનિ. રોડ વિસ્‍તારમાં આવેલ ખાધ્‍યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૮ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ધનરાજ કોલ્‍ડ્રિંક્‍સ, જોગમાયા ટી સ્‍ટોલ, ગુરુકળપા ભેળ, પટેલ પાન, બિપિન રેસ્‍ટોરેન્‍ટ, શ્રીગણેશ ખમણ, બજરંગ નાસ્‍તા તથા શૌર્ય ગોગળી સહિતને લાઇસન્‍સ મેળવવા નોટીસ આપવામાં આવી છે.

દુધના નમુના લેવાયા

ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ મિલ્‍ક ચેકીંગ અંગેની ડ્રાઇવ અંતર્ગત ભેંસનું દૂધ (લુઝ):: અમર ડેરી ફાર્મ, મધુવન મેઇન રોડ, એચ.પી. પેટ્રોલ પંપ પાસે, મોરબી રોડ,, ભેંસનું દૂધ (લુઝ): શ્રી નવનીત ડેરી ફાર્મ, હૂડકો ક્‍વાટર બી-૧૦૧, બસ સ્‍ટોપ પાસે, કોઠારીયા મેઇન રોડ, મિક્‍સ દૂધ (લુઝ): સત્‍યમ ડેરી ફાર્મ, નીલકંઠ સિનેમા પાસે, કોઠારીયા મેઇન રોડ, મિક્‍સ દૂધ (લુઝ): જાગનાથ ડેરી ફાર્મ, શોપ નં.૦૧, અને ૦૨, ગ્રા. ફ્‌લોર, જલારામ કોમ્‍પ્‍લેક્ષ, ૫૦ ફૂટ મામા સાહેબ રોડ, કુવાડવા રોડ, મિક્‍સ દૂધ (લુઝ): સુધ્‍ધાંગ ડેરી ફાર્મ, હૂડકો ક્‍વાટર નં. ડી-૧૯, હૂડકો પોલીસ ચોકી પાસે, કોઠારીયા મેઇન રોડ, મિક્‍સ દૂધ (લુઝ): નીલકંઠ ડેરી ફાર્મ, નીલકંઠ ડેરી ફાર્મ, રેસકોર્ષ પાર્ક, દુકાન નં.૦૧, એરપોર્ટ રોડ, મિક્‍સ દૂધઃ નકલંક દુગ્‍ધાલય, ભીલવાસ ચોક, જનસતા પ્રેસ સામે, મિક્‍સ દૂધ સ્‍થળ- રાધેશ્‍યામ ડેરી ફાર્મ, ઢોલરિયા નગર-૧, ગાયત્રીનગર મેઇન રોડ, મિક્‍સ દૂધ સ્‍થળ- ધારેશ્વર ડેરી ફાર્મ, ભક્‍તિનગર સર્કલ,, મિક્‍સ દૂધ સ્‍થળ- રામકળષ્‍ણ ડેરી ફાર્મ, જાગનાથ શેરી નં.૨૨, મહાકાળી મંદિર રોડ, મિક્‍સ દૂધ શ્રી અમળત ડેરી ફાર્મ ્રૂ આઇસ્‍ક્રીમ, બજરંગવાડી ચોક, ખોડિયાર કોમ્‍પ્‍લેક્ષ શોપ નં-૧, જામનગર રોડ, મિક્‍સ દૂધ ગોકુલ ડેરી, બજરંગવાડી -૧૦, બજરંગવાડી ચોક પાસે, જામનગર રોડ, મિક્‍સ દૂધ  શ્રી ગોર્વધન ડેરી ફાર્મ, સદગુરુ સાનિધ્‍ય ટાવર, શોપ નં.૦૬, સત્‍ય સાંઈ હોસ્‍પિટલની સામે, ગાયનું દૂધ  શ્રીનાથજી ડેરી ફાર્મ, મારુતી પાર્ક મેઇન રોડ, શ્રી સત્‍યસાંઈ હાર્ટ હોસ્‍પિટલ રોડ કોર્નર, શોપ નં.૦૧, ગાયનું દૂધ (લુઝ) શુભમ ડેરી ફાર્મ, પ્રદ્યુમન એપાર્ટમેન્‍ટ, શોપ નં.૦૧, આલાપ હેરિટેજ સામે, સત્‍ય સાંઈ રોડ, સહિત ૧૫ દુધના નમુના લેવામાં આવ્‍યા છે.

(3:18 PM IST)