<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

રાજકોટ ચેમ્‍બર દ્વારા નવ નિયુકત શહેર ભાજપ પ્રમુખશ્રી ડો.માધવભાઇ દવેને અભિનંદન

રાજકોટ : તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના રાજકોટ શહેરના નવ નિયુકત થયેલ પ્રમુખશ્રી ડો.માધવભાઇ દવેની નિયુકતી થતા રાજકોટ ચેમ્‍બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્‍ણવ, ઉપપ્રમુખશ્રી પાર્થભાઇ ગણાત્રા, મા.મંત્રીશ્રી નૌતમભાઇ બારસીયા, ટ્રેઝરરશ્રી વિનોદભાઇ કાછડીયા, કારોબારી સભ્‍યશ્રી રાજેશભાઇ જુંજા દ્વારા મુલાકાત લઇ હાર્દિક અભિનંદન પાઠવી અભિવાદન કરેલ. તેમજ રાજકોટ શહેરના ઉદભવતા પ્રશ્‍નોને વાચા આપવા અને શહેરી વિકાસને વેગ મળે તે માટે સાથે મળીને કામ કરીશું. તમે રાજકોટ ચેમ્‍બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્‍ણવની અખબારી યાદીમાં જણાવેલ છે.(૨૩.૧૭)

 

(3:18 PM IST)