<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

રૂડા તંત્ર આક્રમકઃ ૧૯ ફલેટને તાળા

આવાસના દસ્‍તાવેજ-ભાડા કરાર નહિં કરનારા સામે કડક કાર્યવાહી ૧પ આવાસ ધારકોને કબજો પરત લેવા નોટીસ

રાજકોટ તા. ૮: રૂડા દ્વારા વિવિધ વિસ્‍તારમાં બનાવવામાં આવેલ આવાસોમાં જે આવાસ ધારકો દ્વારા આવાસના દસ્‍તાવેજ/ભાડા કરાર કરાવેલ ન હોય તેવા ૧૯ લાભાર્થીઓના આવાસો સીલ અને ૧પ આવાસ ધારકોને કબજો પરત લેવા અંગે નોટીસ પાઠવવામાં આવતા અરજદારોમાં ફફડટા ફેલાયો છે. આ અંગે રૂડાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્‍યમંત્રી ગૃહ યોજના અંતર્ગત પરિશ્રમ અને આદિત્‍ય-૭૯ હાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી ખાતે આવાસધારકો દ્વારા આવાસના દસ્‍તાવેજ/ભાડાકરાર કરાવેલ ન હોય તેવા ૧૯ લાભાર્થીઓના આવાસોને રૂડા દ્વારા સીલ મારી આવાસનો કબજો પરત લેવામાં આવેલ છે. તેમજ આદર્શ અને હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટીના ૧પ આવાસધારકોને કબજો પરત લેવા માટેની નોટીસ પાઠવેલ છે.

(3:20 PM IST)