<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

નોટીસો બાદ દબાણકારોએ જમીન ખાલી કરતા ૧૪ કરોડની જમીનનો કબજો લેતા મામલતદાર

અગાઉ નોટીસો ફટકારાઇ હતીઃ ૧૦ થી ૧ર મકાનો ઉભા થઇ ગયા હતા

રાજકોટ, તા. ૮: રૈયા સર્વે નં. ૩૧૮ પૈકીની ર૯૦૦ ચો.મી. સરકારી જમીન ઉપર દબાણો ઉભા ગઇ ગયા હતા, આ ૧૪ કરોડની જમીન ખાલી કરાવવા પ્રક્રિયા મામલતદારે નોટીસો ફટકારી હતી. અગાઉ નોટીસ આપેલ પોલીસ બંદોબસ્‍ત નહીં હોવાના કારણોસર ફ્રેબ્રુઆરીમાં આ દબાણ ખુલ્લુ કરાવી શકાયું ન હતું. ગઇકાલે મામલતદાર ફરી પ્રભવ જોષી અને સ્‍ટાફ સ્‍થળ તપાસ અંગે રૂબરૂ દોડી જતા દબાણકારો જમીન ખુલ્લી કરી જતા રહેલ હોય ૧૪ કરોડની આ જમીનનો કબજો લઇ, કલેકટરને રીપોર્ટ કરી દેવાયો છે, દબાણ હતું તેની ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું.

(3:24 PM IST)