News of Saturday, 8th March 2025
મેનોપોઝ (રજા નિવૃત્તિ) ઍ મહિલાના જીવનનો પડકાર રૂપ તબક્કો છે : ચાલો આ વિષે વિસ્તૃત માહિતી મેળવીઍ...

આ અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૫ પર પ્રત્યેક વર્ષની માફક સમગ્ર મહિલા જગત ને ઉપયોગી થાય અને પ્રેરણા મળે, પ્રોત્સાહન મળે એવા અગાઉ ઘણા લેખો લખ્યા છે, પરંતુ આજે આપણે એ જાણીશું કે મહિલાઓ ના જીવનના વિવિધ તબક્કાઓ શું છે અને તેના જીવનનો અતિ મહત્વ નો તબક્કો કે જે છે રજોનિવળત્તિ (મેનોપોઝ), આ વિષય એટલો જટિલ છે છે પરંતુ આ વિષયની ગેહરાયમાં જઈ સમગ્ર મહિલાઓને સારું માર્ગદર્શન મળે અને એ સમયમાં, એટલે કે રજોનિવળત્તિ કાળમાં એમના નજીકના કુટુંબી જનોની શું જવાબદારી નિヘતિ થવી જોઈએ એ વિગતે જાણીશું. મેનોપોઝ એ મહિલા ના આનંદમય જીવનનો કઈ અંત નથી, પરંતુ નવા જીવનની, નવી રીતે જીવવાની શરૂઆત છે...
મેનોપોઝ (રજોનિવળત્તિ) એ મહિલાના જીવનનો પડકાર રૂપ તબક્કો છે, ચાલો આ વિષે વિસ્તળત માહિતી મેળવીયે... બાળપણથી જસ્ત્રી, તેના શરીરમાં થતા વિવિધ શારીરિક ફેરફરના લીધે અનેક પડકારોનો સામનો કરે છે અને તેના શરીરના વિકાસની સાથે તથા હોર્મોન્સમાં વિવિધ ફેરફારોને કારણે ભાવનાત્મક પડકારો તરફ દોરી જાય છે. માસિક ધર્મમાં પ્રવેશથી લઈને પેરી મેનોપોઝમાં અને અંતે મેનોપોઝ (રજોનિવળત્તિ) તેમ અનેક તબક્કામાં પસાર થઈને એકસ્ત્રી અનેક શારીરિક તેમજ ભાવનાત્મક પડકારો નો સામનો કરે છે. કુદરતે મહિલાઓને માતળત્વ શક્તિના આશીર્વાદ આપ્યા છે અને આ શક્તિ સાથે ઘણી જવાબદારી તથા શારીરિક તેમજ ભાવનાત્મક પરિવર્તન અને પડકાર પણ આવે છે.
જયારે માસિક ધર્મ વિષે તો મોટા ભાગના લોકો ને જ્ઞાન છે, પણ રજોનિવળત્તિ એટલે કે મેનોપોઝ અને તેમાં થતી સમસ્યા અને તેના સમાધાન વિષે ખુદ ઘણીસ્ત્રીઓ ને પણ ઓછી માહિતી હોય છે. તો આજે આપણે આ મહત્વપૂર્ણ વિષય પર થોડી માહિતી મેળવશું જેથી આ વિષે લોકો માં જાગળતિ આવે અને લોકો તેમની સાથે જીવન માં કોઈ પણ રૂપે જોડાયેલસ્ત્રી પછી તે તેની માતા હોય, પત્ની કે ભાભી વગેરે ને વધુ સારી રીતે સમજી શકે અને તેને સહકાર આપી શકે. ખુદસ્ત્રી ને પણ જો આ બાબતે વધુ માહિતી હશે તો તે પણ આ તબક્કા દરમિયાન પોતાના માં થતા ફેરફારો ને સમજી શકશે અને ખુદ ને વધુ સારે રીતે સાચવી શકશે.
મેનોપોઝ એસ્ત્રીઓ માટે જીવનના વિવિધ તબક્કામાં નો એક બિંદુ છે અને તેમના પ્રજનન વર્ષના અંતને ચિホતિ કરે છે. મેનોપોઝ પછી,સ્ત્રી ગર્ભવતી થઈ શકતી નથી, સિવાય કે જ્યારે વિશિષ્ટ પ્રજનન સારવારનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગનીસ્ત્રીઓ જૈવિક વળદ્ધત્વના કુદરતી ભાગ તરીકે ૪૫ થી ૫૫ વર્ષની વયના વચ્ચે મેનોપોઝનો અનુભવ કરે છે. કયારેક મેનોપોઝ કોઈ સર્જિકલ અથવા તબીબી પ્રક્રિયાઓનું પરિણામ પણ હોઈ શકે છે.
‘મેનોપોઝ' શબ્દ ગ્રીક શબ્દ 'menos' પરથી આવ્યો છે જે નો મતલબ છે (મહિનો) અને 'pause' એટલે સમાપ્તિ. મેનોપોઝનું કારણ ઓવેરીઅન ફોલિકયુલર (અંડાશય)ના કાર્યની સમાપ્તિ અને તેના લીધે એસ્ટ્રોજનના બ્લડ શિકકર્યુલેશનના સ્તરમાં ઘટાડાને લીધે થાય છે. મેનોપોઝ તબક્કો ક્રમિક હોઈ શકે છે અને સામાન્ય રીતે માસિક ચક્રમાં ફેરફારથી શરૂ થાય છે.
મેનોપોઝની પહેલા પેરિમિનોપોઝ આવે છે. પેરિમિનોપોઝ એ મેનોપોઝ સમય ગાળાનો સંદર્ભ આપે છે અને તે દરમિયાન આ ચિホોનું પ્રથમ અવલોકન કરવામાં આવે છે જેમા માસિક ધર્મમાં અનિયમિતતાથી શરુ થાય છે અને અંતિમ માસિક સમયગાળા પછી એક વર્ષમાં સમાપ્ત થાય છે. પેરિમિનોપોઝ ઘણા વર્ષો સુધી ટકી શકે છે અને શારીરિક, ભાવનાત્મક, માનસિક અને સામાજિક સુખાકારીને અસર કરી શકે છે.
વિવિધ પ્રકારના હોર્મોનલ અને આંતરષાાવીય ઉપચારો પેરિમિનોપોઝલ લક્ષણોને દૂર કરવામાં મદદ કરી શકે છે. સામાન્ય રીતે નેચરલ મેનોપોઝ માસિકસ્ત્રાવ વિના સતત ૧૨ મહિના પછી બન્યું હોવાનું માનવામાં આવે છે. મેનોપોઝની ઉંમરને કેટલાક સામાજિક, વસ્તી વિષયક, આરોગ્ય અને અનુવાંશિક પરિબળો વચ્ચેના સંગઠનો હોવા છતાં, કોઈ વ્યક્તિગતસ્ત્રી મેનોપોઝનો અનુભવ કયારે કરશે તેની ચોક્કસ પણે આગાહી કરવી શકય નથી.
મેનોપોઝ તબક્કા દરમિયાન અને તેના પછીના લક્ષણો વ્યક્તિ-વ્યક્તિમાં નોંધપાત્ર રીતે બદલાય છે. કેટલાકમાં કોઈ લક્ષણો હોય અને થોડા ના પણ હોય. મેનોપોઝ સાથે સંકળાયેલ અનેક લક્ષણો શામેલ છે. જેમાં ગરમાહટ અને રાતના પરસેવો, ચહેરા, ગળા અને છાતીમાં ગરમીની અચાનક અનુભૂતિ, ઘણીવાર ત્વચામાં બળતરા, ધબકારા વધવા અને શારીરિક અણગમતાની તીવ્ર અનુભુતિયો પણ થાય છે. માસિક ચક્રની નિયમિતતા અને પ્રવાહમાં ફેરફાર, જનનાંગ માર્ગ શુષ્કતા અને જાતીય સમાગમ દરમિયાન પીડાને અસંયમ અનુભવાય છે. અનિદ્રા અને સુવામાં મુશ્કેલી, મૂડ ફ્લકચુએશન્સ, હતાશા, કારણ વગરની ચિંતા અને ડિપ્રેશન પણ થઇ શકે છે. તાાયુમાં દુખાવો અને અન્ય પીડાનો અનુભવ થાય છે. શરીરના આકાર અને વજનમાં ફેરફાર થાય છે. ચિડચીડો સ્વભાવ, ગુસ્સો આવવો અને યાદશક્તિમાં ઘટાડો તથા એકાગ્રતાનો અભાવ પણ થઇ શકે છે. લાંબા ગાળે પેટની ચરબી માં વધારો, પેશાબમાં અસંયમ, હાડકા નબળા પાડવા, હૃદય રોગની સંભાવના માં વધારો પણ થઇ શકે છે.
શારીરિક રચના અને રક્તવાહિનીના જોખમને પણ અસર થઈ શકે છે. જોકે એસ્ટ્રોજનના સ્તરમાં નોંધપાત્ર ઘટાડા સાથે મહિલાઓનો રક્તવાહિની રોગની દ્રષ્ટિએ પુરુષો કરતા જોખમ ઘટી જાય છે.
મેનોપોઝ પેલ્વિક (પેડુ) સપોર્ટ સ્ટ્રક્ચર્સને નબળી પાડવામાં પણ પરિણમી શકે છે, પેલ્વિક અંગના લંબાઈનું જોખમ પણ વધી જાય છે. મેનોપોઝમાં હાડકાની ધનતાનું નુકસાન પણ થઇ શકે છે અને તેને લીધે સામાન્ય ઇજા માં પણ ફ્રેક્ચરની સંભાવના વધી જાય છે.
મેનોપોઝમાં આરોગ્યને જાળવવું એસ્ત્રીઓ માટે તંદુરસ્ત વળદ્ધત્વનો પ્રવેશદ્વાર છે. બધીસ્ત્રીઓ તીવ્ર મેનોપોઝ સંબંધિત લક્ષણોનો અનુભવ કરે તે જરૂરી નથી, તેમ છતાં મેનોપોઝ પ્રક્રિયાની સીધી રીતેના દેખાતી અસરો નોંધપાત્ર હોઈ શકે છે. મેનોપોઝનું શરીરવિજ્ઞાન જટિલ છે અને તેને પૂર્ણ રીતે સમજવું મુશ્કેલ છે. મેનોપોઝ પ્રક્રિયાના આંતરષાાવીય ફેરફારો તેના લક્ષણો અને લાંબા ગાળાના પ્રણાલીગત અસરોમાં પરિણમી શકે છે.
મેનોપોઝના સિમ્પ્ટમ્સ માંથી રાહત મેળવવા ઘણી સારવાર પણ કરી શકાય છે. જેમાં સૌથી અસરકારક સારવાર છે મેનોપોઝલ હોર્મોન થેરેપી જે હાડકાના નુકસાનને ઘટાડે છે અને તેમાં કાર્ડિયોમેટાબોલિક ફાયદા પણ થઇ શકે છે.
મેનોપોઝ પ્રક્રિયા દરમિયાન અને ત્યાર બાદ મહિલાઓએ નિયમિત મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ જેમાં સર્વાઇકલ કેન્સર, સ્તન કેન્સર અને કોલોન કેન્સર માટે સ્ક્રીનીંગ કરવું જોઈએ જેથી પાણી ની પહેલા પાળ બાંધી શકાય. તેમજ અન્ય કોઈ લક્ષણ દેખાય જેમકે વધુ વજન વધવું, પેટની કોઈ સમસ્યા, ડાયાબિટીઝ, હાયપરટેન્શન, હાયપરલિપિડેમિયા, ડિપ્રેસન અને મૂડ ડિસઓર્ડર, કાર્ડિયોવાસ્કયુલર રોગ (સીવીડી) જેવા કોઈપણ ઓળખાતા આરોગ્ય જોખમો માટે નિયમિત આરોગ્યસંભાળની સ્ક્રીનીંગ માટેસ્ત્રીઓએ જાગળત રહેવું જોઈએ.
હોર્મોન સ્તરમાં ફેરફાર જોવા માટે લોહી અને પેશાબના પરીક્ષણોનો ઉપયોગ કરી શકાય છે. પરીક્ષણ ના પરિણામો તમારા આરોગ્ય સંભાળને નક્કી કરવામાં મદદ કરી શકે છે કે શું તમે મેનોપોઝની નજીક છો કે તમે પહેલાથી મેનોપોઝમાંથી પસાર થઇ ચુકયા છો. જો તમારું માસિકસ્ત્રાવ સંપૂર્ણપણે બંધ ન થયું હોય તો તમારા મેનોપોઝલ સ્થિતિની પુષ્ટિ કરવા માટે તમારા હોર્મોન સ્તરોને ઘણી વખત પુનરાવર્તિત કરવાની જરૂર પડી શકે છે. Estradiol, Follicle-stimulating hormone (FSH), Luteinizing hormone (LH) જેવા પરીક્ષણો થઈ શકે છે. મેનોપોઝ ની અસર ને ચકાસવા, પેલ્વિક(પેડુ) નું પરીક્ષણ કરી શકાય છે.
મેનોપોઝ દરમિયાન અને પછી મહિલાઓ ની વ્યાપક સંભાળ માટે જીવનશૈલીમાં સુધારાની ખુબ જરૂર છે. આમાં પૌષ્ટિક ખોરાક લેવો, બેઠાડુ જીવનના થવા દેવું અને શારીરિક પ્રવળત્તિ વધારવી, નિયમિત યોગ પ્રાણાયામ અને કસરત કરવી, પૂરતી ઊંઘ કરવી, તણાવ ઘટાડવો અને કોઈ પણ વ્યસન કરવાનું ટાળવું આ બધું મહત્વનું છે અને મેનોપોઝ થી થતી અસરો માં રાહત આપી શકે છે.
પ્રકળતિના સાનિધ્ય માં રહેવાથી માનસિક સુખ અને શાંતિ નો અનુભવ થાય છે અને મેનોપોઝના લક્ષણોને રોકી શકાય છે. પ્રકળતિ માં ચાલવાથી સેરોટોનિન અને એન્ડોર્ફિન્સનાસ્ત્રાવને ઉત્પન્ન કરવામાં મદદ કરી શકે છે જેના થી માનસિક આનંદ ની અનુભૂતિ થાય છે. આ આપણા શરીરના કુદરતી લાગણી અને પ્રસન્નતાના સારા હોર્મોન્સ છે જે માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપે છે.
BISIMB નિયમિત ગાર્ડનિંગ(બાગકામ) માનસિક સુખાકારી માટે એક મોટો ટેકો બની શકે છે.જો તમારો મૂડ ઓછો હોય અને તણાવ ની અનુભૂતિ થતી હોય. તો બાગકામ હેતુસર અને છોડ ને પાણી પીવડાવવા માટે તમે પથારીમાંથી બહાર નીકળવા પ્રેરશે. પ્રકળતિનું સાનિધ્ય અને તેમાં સમય પસાર કરવો પણ ઉપચાર કરી શકે છે અને માનસિક થાકને પુનસ્થાપિત કરવામાં મદદ કરે છે. બગીયામાં દિવસે કુણા તડકા માં પ્રકળતિ વચ્ચે સમય પસાર કરવાથી શરીર માં વિટામિન ડીનું ઉત્પાદન થાય છે જે હાડકા ને મજબૂત રાખવા માં સહાય કરે છે.
નિયમિત કસરતની સાથે, પેરિમિનોપોઝ અને મેનોપોઝ દરમિયાન તમારી હેલ્થ તંદુરસ્ત રાખવા માટે પૌષ્ટિક આહાર પણ એક સારો રસ્તો છે. તંદુરસ્ત આહાર અને સક્રિય રહેવું આ બંને સાથે મળીને વજન જાળવવા અને તંદુરસ્તી ની ચાવી છે જે ખાસ મેનોપોઝ વખતે ખુબજ જરૂરી છે.
ફળ, શાકભાજી અને કેલ્શિયમના સ્રોત ધરાવતા આહાર હાડકાના સ્વાસ્થ્યને સુરક્ષિત કરી શકે છે અને વજન ને સંતુલિત રાખવા માં મદદ કરી શકે છે. તંદુરસ્ત આંતરડા તમારા મૂડને સકારાત્મક અસર કરી શકે છે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ઉર્જાના સ્તરને સુધારી શકે છે. સોયામાં એસ્ટ્રોજન હોય છે. માટે સોયા વાળો ખોરાક લેવાથી મેનોપોઝ દરમિયાન ફાયદો રહે છે.
ઘરમાં બાગ બગીચા અને પૌષ્ટિક ખોરાક ઉગાડવા થી સારા પોષણમાં ફાયદાઓ સાથે અન્ય મનોવૈજ્ઞાયક સારી અસર પણ થાય છે. ખોરાક ઉગાડવા માટે તમારે વિશાળ બગીચાની જરૂર નથી. ઘણાં એવા ફળ અને શાકભાજી છે જે તમે મોટા કન્ટેનરમાં ઉગાડી શકો છો જેમકે વટાણા, બીટરૂટ, ટામેટાં, સ્ટ્રોબેરી, ભાજી, કોથમીર વગેરે. આ બધું તમે બાલ્કની, અગાસી, ફળિયું અથવા અન્ય નાની જગ્યા પર ઉગાડી શકો છો. બગીચામાં જઈને પ્રકળતિનો અભ્યાસ કરો. માત્ર થોડી મિનિટો માટે પણ શાંતિથી બેસો, અને તમારી આસપાસની દરેક વસ્તુ ને સાંભળો પક્ષીઓ ને ચણ નાખો અને આવતા જાતા પક્ષીઓ, પતંગિયા અને કીટકો ને નિહાળો.
મેનોપોઝ માટે ઘણી ટ્રીટમેન્ટ પણ થાય છે. સારવારમાં જીવનશૈલીમાં ફેરફાર, HT (હોર્મોન થેરાપી) અથવા દવાઓ શામેલ હોઈ શકે છે. કઈ સારવાર લેવી એ ઘણા પરિબળો પર આધારિત છે જેમકે, તમારા લક્ષણો કેટલા જટિલ છે, તમારું એકંદર આરોગ્ય અને તમારી વ્યતિગત પસંદગી, સામાન્ય સારવાર જેમકે જીવનશૈલીમાં ફેરફાર અને યોગ્ય ડાયટ આ તો આપણા હાથમા છે જે સરળતા થી આપણે જાતે જ કરી શકીયે છીએ.
આ ઉપરાંત જો લક્ષણો કે સિમટોમ્સ વધુજ જટિલ અને અસહ્ય હોય તો આપ આપના ચિકિત્સકને કેનસલ્ટ કરીને તેમના માર્ગદર્શન હેટળ તબીબી સારવાર કરી શકો છો.
હોર્મોન રિપ્લેસમેન્ટ થેરેપી અથવા HRT એ એક તબીબી સારવાર છે જે મેનોપોઝના લક્ષણો વાળા લોકોને મદદ કરે છે. તેને હોર્મોન થેરેપી (HT) પણ કહી શકાય છે. જે હોર્મોન્સ તમારું શરીર મેનોપોઝ દર્મિયાન પૂરતું નથી બનાવતું. તેની HRT પૂરતા પ્રમાણ માં ખોટ પુરી પાળે છે. એકવાર તમારા હોર્મોનનું સ્તર વધી જાય, પછી મોટાભાગના લોકોને મેનોપોઝ ના લક્ષણોથી રાહત મળે છે. જે લોકો પાસે પૂરતું એસ્ટ્રોજન નથી તેને હોર્મોન રિપ્લેસમેન્ટ થેરેપી (HRT), હાડકાની ખોટ (ઓસ્ટિઓપોરોસિસ અને ઓસ્ટિઓપેનિઆ) માં પણ મદદ કરી શકે છે.
તમારે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરેપી લેવી કે નહિ તે આપના તબીબી વ્યવસાયી નું માર્ગદર્શન લઇને પછી જ આ સારવાર કરવી જોઈએ. જ્યારે હોર્મોન થેરેપી મેનોપોઝલ લક્ષણોને ઘટાડે છે. તો તેની સાથે જોખમો અને સાઈડ ઈફેક્ટસ પણ આવે છે. તમારા માટે તે યોગ્ય છે કે નહીં તે નિર્ધારિત કરવા માટે તમારે તમારા ચિકિત્સક સાથે હોર્મોન થેરેપીના જોખમો અને ફાયદાઓની ચર્ચા કરવી જોઈએ.
હોર્મોન રિપ્લેસમેન્ટ થેરેપી ના બે મુખ્ય પ્રકારો છે (૧) એસ્ટ્રોજન થેરેપી અને (૨) સંયોજન ઉપચાર (એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન). તમારા ડૉકટર તમારો તબીબી ઇતિહાસ, આરોગ્ય કે તમારા લક્ષણો વગેરે ની તમારી સાથે દરેક પ્રકારની ચર્ચા કરશે અને ત્યાર બાદ તેમના નિરીક્ષણ ના આધારે તમારા માટે કયા ફોર્મ શ્રેષ્ઠ કાર્ય કરશે તેની ભલામણ કરશે.
એસ્ટ્રોજન થેરેપીમાં ફક્ત એસ્ટ્રોજન લેવાનો સમાવેશ થાય છે. ડૉકટર મોટાભાગે એસ્ટ્રોજનની ઓછી માત્રા શરૂ કરવા માટે સૂચવે છે. એસ્ટ્રોજન ઘણા સ્વરૂપોમાં આવે છે, જેમ કે ગોળીઓ કે જે તમે મોં દ્વારા ગળી શકો છો, તમારી ત્વચામાં ચોટાડાય તેવો એક પેચ, જેલ ફોર્મ માં જે તમે તમારી ત્વચા પર લગાડી શકો છો, રીંગ અથવા વીંટી જે તમારા જનનાંગ અંદર મુકવાની રહેશે, ક્રીમ ફોર્મ માં જે તમે તમારા જનનાંગ પર લગાડવાની રહેશે, તમે તમારા જનનાંગ ની અંદર મૂકી શકો તેવી ગોળીઓ અથવા સ્પ્રે રૂપમાં જે તમે લગાડી શકો છો. જો તમે હિસ્ટરેકટમી એટલે કે તમારા ગર્ભાશયને દૂર કરાવ્યું હોય કોઈ કારણો સર, તો તમારા ડૉકટર તમને સામાન્ય રીતે ફક્ત એસ્ટ્રોજન ઉપચારની ભલામણ કરે છે. આ મુખ્યત્વે એટલા માટે છે કારણ કે એકલા લેવાયેલા એસ્ટ્રોજનમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સંયોજન કરતા સાઈડ ઈફેક્ટસ અને જોખમો ઓછા લાંબા ગાળાના હોય છે.
હોર્મોન રિપ્લેસમેન્ટ થેરેપીમાં કોમ્બિનેશન થેરેપી (એસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન થેરેપી અથવા EPT) ફોર્મ માં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના ડોઝને સાથે આપવા માં આવે છે જેને પ્રોજેસ્ટિન પણ કહેવામાં આવે છે, જે પ્રોજેસ્ટેરોનની જેમ કાર્ય કરે છે તેવા બધા હોર્મોન્સનું નામ છે કળત્રિમ સહિત. જે લોકોને હજી પણ ગર્ભાશય છે તેને પ્રોજેસ્ટિનની જરૂર છે.
પ્રોજેસ્ટિન્સ તમારા ગર્ભાશયના કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે, જે જ્યારે તમે ફક્ત એસ્ટ્રોજન લો ત્યારે વધારે છે. તમારા પ્રજનન વર્ષો દરમિયાન, માસિકસ્ત્રાવ વખતે તમારા ગર્ભાશયના અસ્તર માંથી કોષો ખરે છે.જ્યારે તમે માસિક ધર્મ માંથી બહાર આવી જાવ છો અને આ કોષો ખરવાનું બંધ થઇ જાય છે ત્યારે એસ્ટ્રોજન તમારા ગર્ભાશયમાં કોષોની વળદ્ધિનું કારણ બની શકે છે અને આ એવી સ્થિતિ છે જે ગર્ભાશય ના કેન્સર તરફ દોરી શકે છે. ત્યારે પ્રોજેસ્ટિન્સ ગર્ભાશયના કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.
કોમ્બિનેશન થેરેપી (સંયોજન ઉપચાર) સામાન્ય રીતે ગોળી અથવા ત્વચાના પેચમાં આવે છે. તે IUD (ઇન્ટ્રાઉટરિન ડિવાઇસ) ગર્ભનિરોધક ઉપકરણ માં પણ આવી શકે છે જે તમારા જનનાંગ અંદર મુકવામાં આવે છે.
હોર્મોન થેરાપી ને બીજા બે પ્રકાર માં પણ જાણી શકાય છે Systemic હોર્મોન થેરેપી અને Local હોર્મોન થેરેપી. Systemic હોર્મોન થેરેપીમાં દવા કે પ્રોડકટ તમારા લોહીના પ્રવાહમાં જાય છે અને પછી જે અવયવો અને પેશીઓ ને તેને મેંળવવાની જરૂર છે તેમાં પેસે છે. આ ઉપચારના ઉદાહરણોમાં ગોળીઓ, પેચો, સ્પ્રે અને જેલ્સ શામેલ છે. આ ટ્રીટમેન્ટ મેનોપોઝના મોટાભાગના સામાન્ય લક્ષણો માટે કામ કરે છે. Local હોર્મોન થેરાપી માં દવા કે પ્રોડકટ ને શરીરના બાહ્ય હિસ્સા માં લગાડવા માં આવે છે. ઉદાહરણ રૂપે જનનાંગ માં લગાડવાની ક્રીમ, રીંગ અથવા ટેબ્લેટ છે. જ્યારે તમારું મુખ્ય લક્ષણ જનનાંગની શુષ્કતા હોય ત્યારે ખાસ કરીને આ થેરાપી મદદરૂપ થાય છે.
જ્યારે તમે મેનોપોઝની નજીક જાઓ છો, ત્યારે તમારા અંડાશય સંકોચાઈ જાય છે અને એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન કરવાનું બંધ કરે છે. તમારા શરીરમાં આ પૂરતા પ્રમાણમાં હોર્મોન્સ ન રહેવા એ તમારા મેનોપોઝલ લક્ષણોનું મુખ્ય કારણ બને છે. હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (HRT) તમને તે ખોવાયેલા હોર્મોન્સને પાછા આપીને કાર્ય કરે છે. પરંતુ હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (HRT) તબીબી સારવાર, લાભ અને જોખમ બંને સાથે આવે છે. જે કેટલાક લોકોમાં વધારે હોઈ શકે છે. તમારા ચિકિત્સક કે ડૉક્ટર હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (HRT) ના ફાયદાઓ જોખમો કરતાં વધી જાય છે તે નિર્ધારિત કરવામાં મદદ કરી શકે છે અને ત્યાર બાદ તમારે આ સારવાર લેવી કે નહિ તે મુજબ તમે માર્ગદર્શન મેળવી શકો છો.
સામાન્ય રીતે, મોટાભાગના લોકો હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (HRT) ને પાંચ વર્ષ કે તેથી ઓછા સમય માટે લે છે. પરંતુ સમયની કોઈ નિર્ધારિત લંબાઈ નથી, અને તે તમારા લક્ષણોની તીવ્રતા, તમે કયા પ્રકારનાં હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (HRT) લો છો અને તમારી શારીરિક સ્થિતિ પર આધાર રાખીને તમારા તબીબ નક્કી કરે છે.
હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (HRT) ઉપરાંત અન્ય તબીબી સારવાર હેઠળ વિવિધ દવાઓ પણ છે જે તમે તમારા ડૉકટર ને કનસલટ કરીને લઇ શકો છો.
આયુર્વેદમાં મેનોપોઝનો સંદર્ભ શરીરની ‘જરાપકવા અવસ્થા' અને રજોનિવળત્તિ તરીકે દર્શાવવામાં આવ્યો છે. આયુર્વેદમાં કફ, પિત્ત અને વાયુ દોષના અસંતુલનને મેનોપોઝ ના લક્ષણો તરીકે ગણવામાં આવે છે, વળદ્ધત્વના કુદરતી અને ક્રમિક પરિણામ તરીકે થાય છે.
આયુર્વેદમાં મેનોપોઝના લક્ષણોને કફ, પિત્ત અને વાયુ દોષમાં વિભાજીત કર્યા છે. વાત્ત જન્ય લક્ષણો માં શિરાહશૂલા (માથા નો દુખાવો), હસ્તપદ સૂતી (નિષ્ક્રિયતા), હૃદ સ્પંદના (અનિયમિત ધબકારા), શબદ-અસહિષ્ણુતા (ઘોંઘાટ સહન ના થવો), બલ-ક્ષય (નબળાઈ), પેટનો વિક્ષેપ, કબજિયાત, અનિદ્રા, વર્ટિગો,મૂડસ્વિંગ, વૈચૈત્ય (એકાગ્રતા નો અભાવ), હતાશા, ચિંતા, સ્મળતિ માં ઘટાડો, મૈથુનસાહિષ્ણુતા, અવાજમાં પરિવર્તન, ત્વચામાં કરચલીઓ, હાડકાંમાં દુખાવો, કમર માં દુખાવો, સાંધાનો દુખાવો, જનનાંગ માર્ગ શુષ્કતા, પેસાબ માં અસંયમ, વગેરે થઇ શકે છે. પિત્ત જન્ય લક્ષણો માં ઓશા,ચહેરા, ગળા અને છાતીમાં તીવ્ર ગરમી અને પરસેવો પેદા કરે છે અને ત્વચા લાલ પણ થઈ શકે છે, શરીર ના તાપમાન માં ફેરફાર થઇ શકે છે, ચીડચીડિયા પણું અથવા ગુસ્સો આવવો, જનનાંગ દાહ (બળતરા થવી), મુત્ર દાહ (પેશાબમાં વેદના), વગેરે થઇ શકે છે.જયારે કફ જન્ય લક્ષણો માં વજનમાં વધારો, જનનાંગ માર્ગસ્ત્રાવ અથવા ખંજવાળ ની સમસ્યા થઇ શકે છે.
વીભિન્ન આયુર્વેદિક દવાઓ છે જેમાં રસાયણ, વાત્ત શમન (વાત્તના ગુણધર્મો) અને કફ વર્ષન મેનોપોઝલ સિન્ડ્રોમનું સંચાલન કરવામાં અને તેમાં થી રાહત મેળવવમાં મદદરૂપ થઈ શકે છે. મેનોપોઝ ના લક્ષણો માટે આયુર્વેદિક સારવારમાં દોષના અસંતુલનને સુધારવાનો સમાવેશ થાય છે જેમાં યોગ્ય આહાર, સંશામના ઉપચાર, આંતરિક ડિટોક્સિફિકેશન (પંચકર્મા થેરેપી), સત્ત્વવજાય ચિકિત્સા, યોગ ઉપચાર, રસાયણ ઉપચાર નો સમાવેશ છે. તમારી પ્રકળતિ જાણીને તમને ચિકિત્સક કફ, પિત્ત કે વાત્ત દોષ ના લક્ષણો પ્રમાણે ઉપચાર સુચવશે.
આ ઉપરાંત હોમીયોપેથી માં પણ મેનોપોઝ સીનેડ્રોમ ના ઉપચારો છે જેમાં Sepia, Lachesis mutus, Pulsatilla, Ignatia, Lilium tigrinum, Natrum muriaticum, Sulphur, વગેરેનો સમાવેશ છે. હોમીયોપેથી ના ચિકિત્સક ના માર્ગદર્શન હેઠળ પણ આપ મેનોપોઝ સીનેડ્રોમ ની સારવાર કરાવી શકો છો.
જો તમને મેનોપોઝના લક્ષણો હોય જે તમારા રોજિદા જીવનમાં વિક્ષેપિત થાય છે, તો તમારા તબીબનો સંપર્ક કરો. હોર્મોન રિપ્લેસમેન્ટ થેરેપી સહિત, તમારા ડૉક્ટર તમને સારવારના વિકલ્પો સમજાવી શકે છે. તે મહત્વનું છે કે તમે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (HRT) ના ગુણદોષ અને તેઓ તમારી અનન્ય પરિસ્થિતિને કેવી રીતે લાગુ પડે છે બધું પૂરું સમજી ને સારવાર લો. તમે જે પણ નક્કી કરો, ખાતરી કરો કે તમારા બધા પ્રશ્નોના જવાબ મળ્યા પછી જ તમારે કોઈ નિર્ણય લેવો.
મેનોપોઝના શારીરિક અને આંતરષાાવીય ફેરફારો નકારાત્મક લાગણીઓને ઉત્તેજિત કરી શકે છે. મેનોપોઝમાંથી પસાર થતી વ્યક્તિ ખુદ ને વળદ્ધત્વ તરફ જાય છે તેવું અનુભવે છે અને પોતાને બિનઆકર્ષક મેહસૂસ કરે છે અને તેમાં જાતીય અપીલનો અભાવ થવા લાગે છે.
ત્યારે તમે તમારાસ્ત્રી જીવનસાથી ની પ્રશંશા કરીને અને તેમને ખાતરી આપીને કે તે તમને સુંદર અને આકર્ષિત લાગે છે તેમ કરી તેનો આત્મવિશ્વાસ વધારી શકો છો. તે જાણવું પણ મહત્વપૂર્ણ છે કે આપના પત્ની ને આ સમય દરમિયાન જાતીય સંબંધમાં ઓછો રસ હોઈ શકે અને આ બાબત માં તમારા પત્ની ને સહકાર આપવો.
મેનોપોઝના લક્ષણો વિષે જ્ઞાન પ્રાપ્તિ, તમે તમારા જીવનસાથી શું પસાર કરી રહ્યા છે તે સમજવામાં મદદ કરી શકે છે. જ્યારે મેનોપોઝના અનુભવ અને લક્ષણો દરેક માટે અલગ અલગ હોય છે, પણ એકંદરે અમુક લક્ષણો બધામાં સમાન હોય છે.
તમે મુશ્કેલ મેનોપોઝ ના લક્ષણો થી બચવા તમારા જીવનસાથીને તમારો સહકાર અને ટેકો આપી શકો છો. તમારી નાની નાની પહેલ તમારા જીવન સાથી માટે મોટો ટેકો બની શકે છે. જેમકે તમે કેવી રીતે તમારા પત્નીની મદદ કરી શકો છો તે તેને પૂછવું, નકારાત્મક ટિપ્પણીઓ ટાળવી, તેની દવા કે કોઈ દિનચર્યા માટે રીમાઇન્ડર્સ સેટ કરી તેને યાદી કરાવી, તેમને ગુસ્સો નિયંત્રિત કરવા દો, માથા માં કે પગ માં માલિશ કરવી, તેમને થતી કોઈ તકલીફ જેમકે પેશાબ માં કંટ્રોલ ના રેહવો વગેરે નો વ્યંગ ના કરવો, તેમના કામના ભારને વહેંચવો અને કેટલાક કાર્યો માં સહાયતા કરો અને સૌથી જરૂરી છે સમજવું કે તેઓ અત્યારે શારીરિક અને માનસિક પડકારો સાથે જજુમી રહિયા છે.
મૂડ સ્વિંગ્સ મેનોપોઝના ભાગ રૂપે થાય છે અને તેને ઓળખવા અને તે મુજબ જવાબ આપવાથી તમે બંનેને એક દંપતી તરીકે એક બીજા સાથે વ્યવહાર કરવામાં મદદ કરી શકો છો.
જો તમારા જીવનસાથીને મૂડ સ્વિંગનો અનુભવ થાય ત્યારે તમારી જાતને યાદ અપાવે કે તે હોર્મોન્સને કારણે છે. પરંતુ, તેનું આ તરફ ધ્યાન દોરવાને બદલે, તમારા જીવનસાથીને થોડી સહાનુભૂતિ આપવાનો પ્રયાસ કરો. તમારા પ્રતિભાવને સમયોજિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો અને તેને વ્યક્તિગત રૂપે ન લેવાનો પ્રયાસ કરો.
એકવાર મેનોપોઝ આવે પછી દંપતી સામાન્ય રીતે એક બીજાને કઈ રીતે સહાયક બનવું તે વિષે ચર્ચા કરતા નથી પણ ખરેખર તે ખુબ જ મહત્વનું છે. જો કે દંપતી જીવનના આ તબક્કે એક બીજા સાથે ઘણીવાર વધુ સમય વિતાવે છે અને આ સમય એક પડકાર હોઈ શકે છે.
તમારા સંબંધના આ આગલા તબક્કાની શરૂઆતમાં, તમારા સંબંધની કુશળતાને સારી રીતે બનાવવી મહત્વપૂર્ણ છે. મેનોપોઝ, તેના લક્ષણો અને તે લાવી શકે તેવા તેમારા જીવન માં ફેરફારોની અને તેને સ્વીકારવાની તમારી તૈયારી વિશે ચર્ચા કરીને આ પડકાર સાથે સજોડે લાડવાનો પ્રારંભ કરો.
અમુક વિષયોની પૂર્વભૂમિકા અને તેને મદદ કરવા માટે નિયમો પર ચર્ચા કરવાથી પણ અચાનક આવેલ તકલીફ કે આઘાત થી બચી શકાય છે. આમાં તમે ઘણી વાતો શામેલ કરી શકો છો જેમ કે કયારે તમારા જીવનસાથીને એકલા રહેવાની જરૂર છે, કયારે તમારા જીવનસાથીને સહકારની જરૂર હોય, કયારે કોઈ નાની મોટી લડતથી દૂર જવાનો સમય આવે છે, જ્યારે વસ્તુઓ મુશ્કેલ બને છે ત્યારે શાંતિથી લાગણીઓની ચર્ચા કેવી રીતે કરવી વગેરે આમ કરવાથી તમે આમાં તેની સાથે છો તે પુષ્ટિ આપીને સંબંધને મજબૂત બનાવી શકો છે. તમારા પ્રિયજનના હિતમાં રસ લેવો તે પણ તેને મદદ કરી શકે છે.
તમારા જીવનસાથીને કહો કે તમે મદદરૂપ થવા માંગો છો જેથી તેઓ જાણે કે તમે તેમની સાથે છો. જો તમને મદદ કેવી રીતે કરવી તે ખબર નથી. તો તમે ફક્ત પૂછી શકો છો. ‘જીવન વધુ સારું અને સરળ બનાવવા માટે હું શું કરી શકું?'
વાતચિત ની કળા અને વ્યવહાર દરેક માટે કુદરતી રીતે આવતા નથી, પરંતુ તેને શીખી શકાય છે.
જો તમારા જીવન સંગીની તમને કહે છે કે તેઓ પોતાને નિયંત્રિત કરી શકતા નથી, તેમનો વિશ્વાસ કરો અને ધૈર્ય રાખો. જીવન ના હાલ ના તબક્કા અને લાંબા ગાળા ના સમય બંનેમાં ધૈર્ય મહત્વપૂર્ણ છે. મેનોપોઝ એ ‘સમસ્યા' નથી. તે જીવનમાં પરિવર્તન છે જે તમને દંપતી તરીકે તમારા સંબંધમાં આ આગલા તબક્કાની તૈયારી કરવાનો સંકેતો આપે છે.
રમૂજની ભાવના યુગલોને પડકારજનક સમય માં મદદ કરી શકે છે. તમારી રમૂજની ભાવના તમારા પ્રિયજનને યાદ કરાવી શકે છે કે તમારા સંબંધો હજી પણ મનોરંજક છે. જીવન માં થોડો હળવો વ્યંગ તમારા સંબંધોને હજી પણ મનોરંજક અને રોમાંચક બનાવી શકે છે. હા પણ જે તમારા જીવનસાથીને નારાજ કરી શકે અથવા તેમને એવું લાગે કે તમે તેમની સાથે નથી તેવું બોલવાનું કે તેવો વ્યંગ ટાળજો.ઉપરાંત, વ્યંગનો ઉપયોગ કટાક્ષ વ્યક્ત કરવા અથવા પોતાનો ગુસ્સો કે હતાશા દર્શાવા માટે હથિયાર તરીકે ન કરવો.
જો તમારા જીવન સંગીની અસ્વસ્થ થઈ જાય કે ગુસ્સે થઇ જય, તો તેમાં આપ પણ તમારો મૂડ ઑફ ના કરો કે ગુસ્સે ના થાઓ. તમારા જીવનસાથીને ગુસ્સે, ઉદાસી અથવા હતાશ થવા દો અને પ્રતિકાર વિના સાંભળવાનો પ્રયાસ કરો. સમજણ વ્યક્ત કરવાથી મૂડ સ્વિંગને કાબુ માં લઇ શકાય છે અને શાંતિ માં પરીવર્તિત કરી શકાય છે.
સંશોધન મુજબ કસરત અને સારા પોષણ મેનોપોઝ લક્ષણોને સરળ બનાવવા અને મૂડ સુધારવામાં મદદ કરે છે. તમે અને તમારા પ્રિયજન બંને એક સાથે મળી ને એક્સરસાઈસ કરીને તંદુરસ્ત ફેરફારો કરવામાં ટેકો આપી શકો છો. મેનોપોઝ ઘણીવાર બે લોકો માટે પરિવર્તન હોય છે.સ્ત્રી અને તેના જીવનસાથી. તે અનિદ્રા, ગરમાહટ, અસંયમ, વજન વધવાનો અને મૂડ સ્વિંગનો સમય હોઈ શકે છે. આ ફેરફારોને શોધખોળ કરવા માટે,સ્ત્રી જાતીય આત્મીયતાની ચર્ચા, સ્લીપ થેરેપી, કસરત અને વાતચીતથી પોતાને અને તેના જીવનસાથીને સશક્ત બનાવી શકે છે.
ષાી માટે મેનોપોઝ ની અસરો થી બચવા માટે સૌથી જરૂરી અને અસરકારક ઉપચાર છે તેનો પરિવાર અને બધા સભ્યો નો સહકાર. આ વિષે આપણે મોકળાશ થી ચર્ચા કરીને જ તેના થી દરેકસ્ત્રી ને બચાવી શકશુ. ખુલ્લી અને સહાનુભૂતિપૂર્ણ વાતચીત, તમારા પ્રિયજનને સક્રિય સાંભળવા, સમજવા અને ટેકો આપવો આ તમામ લાગણીઓસ્ત્રી ના જીવન માં બદલાવ લાવી શકે છે.
મેનોપોઝથી સંબંધિત લક્ષણો અને વ્યક્તિગત અનુભવો વિશે ખુલ્લી ચર્ચાઓને પ્રોત્સાહન આપો. આ એક વાતાવરણ બનાવવામાં મદદ કરે છે જ્યાં ખચકાટ વિના બધા મુદ્દાઓ ને સમજી શકાય છે. સમજ અને ટેકો દર્શાવવા માટે સહાનુભૂતિ થી સાંભળવાની તકનીકોનો ઉપયોગ કરો. આમાં માત્ર સુનાવણી જ નહીં પરંતુ અન્યની લાગણીઓ અને અનુભવોને સમજવી પણ શામેલ છે. નિર્ણયાત્મક ના બનો પરંતુ હંમેશાં તમારા જવાબોમાં આદર અને વિચારશીલ બનવાનો પ્રયત્ન કરો.
આ વ્યૂહરચનાઓ અપનાવીને, પરિવારમાં સહાયક વાતાવરણને પ્રોત્સાહન મળે છે અને કરુણા અને સમજણથી મેનોપોઝના પડકારો સામે લાડવા માટેસ્ત્રી ને હિમ્મત મળે છે અને આનાથી બધાના સર્વાંગી સુખાકારીમાં વધારો થાય છે.
મેનોપોઝ એસ્ત્રીના જીવનનું નોંધપાત્ર પરિવર્તન છે જે કેટલીકસ્ત્રીઓને હતાશા કે તકલીફો માં મૂકી શકે છે. તમે તેને મદદ કરવા માટે શું કરી શકો તે શોધવા માટે તમારા પ્રિય વ્યક્તિ સાથે વાત કરો. કુટુંબમાં પરસ્પર ટેકો આપવો અને મેનોપોઝ દરમિયાન પડકારો અને ફેરફારો વિશે નિખાલસ ચર્ચા ને પ્રોત્સાહન આપવા થી પરિવારના સભ્યોમાં સમજ અને સહાનુભૂતિને પ્રોત્સાહન મળી શકે છે, ત્યાં આ પરિવર્તન દરમિયાન દરેકને એક બીજાને વધુ સારી રીતે ટેકો આપવામાં મદદ કરે છે.
આ અભિગમ મેનોપોઝ દ્વારા લાવવામાં આવેલી તકલીફો ને નવી ગતિશીલતાને સમયોજિત કરવામાં મદદ તો કરે જ છે, પરંતુ સાથે સહાયક અને અનુકૂલનશીલ વાતાવરણને -ોત્સાહન આપીને પારિવારિક સંબંધો ને પણ મજબૂત બનાવે છે.
જ્યારે મેનોપોઝ પરિવર્તન કૌટુંબિક ગતિશીલતામાં પડકારો રજૂ કરી શકે છે, તે સંબંધોને મજબૂત બનાવવાની સમાન તક પણ આપે છે. સહાયક અને સહાનુભૂતિપૂર્ણ અભિગમ અપનાવીને, પરિવારો તેમના બંધન વધારી શકે છે. મેનોપોઝ સાથે આવતા અનુભવો અને ફેરફારોને સમજવું અને સ્વીકારવું એ જરૂરી છે. કુટુંબના સભ્યોએ મેનોપોઝના લક્ષણો અને અસરો વિશે પોતાને શિક્ષિત કરવું મહત્વપૂર્ણ છે જેથી તેઓ અર્થપૂર્ણ સહાયતા અને સહાનુભૂતિ આપી શકે. જ્યારે પરિવાર એકસાથે મેનોપોઝ દ્વારા લાવવામાં આવેલા ફેરફારોનો સામનો કરવાનું પસંદ કરે છે, ત્યારે તેઓ આ તબક્કાને વધુ અસરકારક રીતે સામનો કરે છે અને સાથે તેમના કુટુંબના સંબંધોને પણ મજબૂત બનાવે છે તથા તેમાં શામેલ બધા માટે સરળ, સુખી પરિવર્તનની ખાતરી આપે છે.
એકસ્ત્રી તેનું આખું જીવન પરિવાર ની સુખાકારી માં લગાડી દે છે. સવાર ની ચા થી માંડી ને બપોર નું ભોજન, સાંજ નો નાસ્તો અને રાત્રી નું વાળું આ બધું પરિવાર ને પૂરતું પાડવાસ્ત્રી દિવસ રાત સતત વ્યસ્ત રહે છે. એક દિવસ જોસ્ત્રી ઘરમાં રજા રાખે તો સૌને તેનું મહત્વ અને ઇમ્પોર્ટન્સ સમજાય. એવું નથી કે પુરુષ નું કોઈ પરિવાર માટે યોગદાન નથી. આખરેસ્ત્રી અને પુરુષ બંને સાથે હોય તોજ પરિવાર ચાલે. પરંતુસ્ત્રી ને પણ સમજવાની જવાબદારી ખાસ કરીને તેના જીવન ના મેનોપોઝ જેવા કઠિન કાળ દરમિયાન પરિવાર ના દરેક સભ્યો એ લેવી જોઈએ અને તેને આ મુશ્કિલ સમય માં થી પસાર થવા માટે સૌએ સહાનુભૂતિ અને સહયોગ આપવો જોઈએ.
આ મહિલા દિવસે ચાલો આપણે સૌ એવી દરેક મહિલા જે જીવન ના આ કઠિન તબક્કા માં થી પસાર થઇ રહી હોય પછી તે આપની માતા હોય, બહેન હોય, પત્ની હોય કે પછી કલીગ હોય તેને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરીયે અને તેના આ પડકાર રૂપ જીવન ના તબક્કા માં તેની સહાયતા કરીએ. બીજું કઈ નહિ પણ માત્રસ્ત્રી ને સમજશો તો પણ તેના માટે ઘણું છે.
વિશ્વ મહિલા દિવસ પર હું દરેક મહિલા ને મેનોપોઝ અને તેના લક્ષણો વિષે જાગળત રહેવા માટે વિનંતી કરુ છું. આ આર્ટિકલ દ્વારા મેં થોડી આ વિષે માહિતી આપવનો પ્રયાસ કર્યો છે. પણ જરૂર લાગે ત્યારે યોગ્ય તબીબી સારવાર લેવી અને વધુ માહિતી માટે આપના ડૉક્ટર નો સંપર્ક કરવો. સાથો સાથ હિમ્મત કયારે ના હારવી અને જીવન ના દરેક પડકારો ને આત્મવિશ્વાસ સાથે લાડવા. એક મજબૂતસ્ત્રી જાણે છે કે તેની પાસે પડકારો સાથે લાડવા માટે પૂરતી શક્તિ છે. પરંતુ એક શક્તિશાળીસ્ત્રી જાણે છે કે પડકારો દરમિયાન જ તે મજબૂત બનશે.
ખાસ નોંધ : સૌ પ્રથમ આપને વિદિત કરું છે કે હું ચિકિત્સક નથી. હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને લેખક છું. આ લેખ મેં અથાગ પરિશ્રમ થી સંકલિત કરેલ છે અને પ્રત્યેક તબક્કા ની મહિલા ને માર્ગદર્શક રૂપ રહેશે એવી મને આશા છે. પરંતુ આ લેખ ની માહિતી ના સ્વીકાર માટે ચિકિત્સક નો પરામર્શ આવશ્યક રહેશે. (૩૭.૧૩)
જય હિન્દ જય ભારત
સંકલન અને આલેખન,
કુ. કિરણબેન ચંદારાણા,
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પ્રેસિડેન્ટ,
વિશ્વાત્મા ચાઈલ્ડ એન્ડ વુમન ડેવલપમેન્ટ કોઉન્સિલ,
જામનગર તથા રાજકોટ.
મો. ૯૯૭૪૦૨૨૪૫૩

(3:28 PM IST)










