<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

યુનિયન બેંક ઓફ ઇન્‍ડિયા દ્વારા મેગા એમએસએમઇ આઉટરીચ કેમ્‍પેઇનઃ ઉદ્યોગપતિઓની ઉપસ્‍થિતિ

 

રાજકોટઃ ક્ષેત્રિય કાર્યલાય રાજકોટ દ્વારા, આયોજીત મેગા એમએસએમઇ આઉટરીચ કેમ્‍પમાં રાજયસભાના રામભાઇ મોકરિયા, શ્રીમતી સ્‍વાતિ અગ્રવાલ, આસિસ્‍ટન્‍ટ ડિરેકટર (ઇન-ચાર્જ) મિનિસ્‍ટ્રી ઓફ એમએસએમઇ મિતેષ લાડાણી, જનરલ મેનેજર ડિસ્‍ટ્રીકટ ઇન્‍ડસ્‍ટ્રી સેન્‍ટર જિતેન્‍દ્ર મનિરામ, જનરલ મેનેજર, યુનિયન બેંક ઓફ ઇન્‍ડિયા, અખિલેશકુમાર ઝોનલ હેડ, ગાંધીનગર એ ક્ષેત્રિય પ્રમુખ સંજીવકુમારની ઉપસ્‍થિતિમાં આ કેમ્‍પેઇનનું ઉદધાટન કર્યું.

આ કેમ્‍પેઇન દરમિયાન બેન્‍ક ઉદ્યોગ સાહસ્‍કિ માટેની સરળ એમએસએમઇ પ્રોડકટસ જેવી કે એમએસએમઇ સપોર્ટ, એમએસએમઇ સુવિધા યુનિયન મુદ્રા, પીએમઇજીપી, સરકારી યોજનાઓ અને ફાઇનાન્‍સિયલ ઇંકલૂસનની ઝાંખી કરાવવામાં આવી.

રાજકોટ જિલ્લાના શાખા પ્રબંધકો પોતાના ગ્રાહકો સાથે બેંકનું એમએસએમઇ આઉટરીય કેમ્‍પ મુખ્‍યત્‍વે વર્તમાન તેમજ નવા એમએસએમઇ ગ્રાહકો સુધી પહોંચાડીને વિવિધ સરકારી પ્રોત્‍સાહન યોજના માધ્‍યમથી નાણાકીય સહાય પુરી પાડે છે.

આ કેમ્‍પમાં ૩પ૦ થી વધુ ઉદ્યોગકારો ઉપસ્‍થિત રહયા. કુલ ૧૪૪ ગ્રાહકોને રૂ. ૮૦ કરોડની મંજુરી આપવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:31 PM IST)