<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

રાષ્‍ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત ‘લૂક એન લર્ન' જૈન જ્ઞાનધામ પંચનાથ સેન્‍ટરનો પ્રારંભ

 

રાજકોટઃ રાષ્‍ટ્રસંતપરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ભાવિના ભગવાન સમ બાળકોમાં જીવન અને ધર્મના મૂળભૂત સંસ્‍કારોનું સિંચન કરતી પાઠશાળા એટલે લુક એન લર્ન જૈન જ્ઞાનધામ. જેમાં દીદીસ અને સર દ્વારા ગમ્‍મત સાથે જ્ઞાન જૈન તથા જૈનેતર બાળકોને સ્‍ટોરી, પ્રોજેક્‍સ, એક્‍ટિવિટી,ઓડિયો-વિડિઓ પ્રેઝન્‍ટેશન, ગેમ્‍સ, ડ્રામા સાથે આધુનિક ટેક્‍નોલોજી દ્વારા જ્ઞાન અને સંસ્‍કારો આપવામાં આવતા હોવાનું યાદીમાં જણાવાયું છે.

જેના દેશભરમાં ૧૦૦ થી વધુ સેન્‍ટરો ચાલે છે અને રાજકોટમાં પણ ૮ જેટલાં સેન્‍ટરો ચાલી રહ્યા છે જે અંતર્ગત રાજકોટના હાર્દ સમા વિસ્‍તારમાં શ્રી પંચનાથ સાર્વજનિક ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત પંચનાથ ઇંગ્‍લિશ મીડીયમ સ્‍કૂલ,  પંચનાથ મંદિર ખાતે પંચનાથ સાર્વજનિક ટ્રસ્‍ટના  પ્રમુખ શ્રી દેવાંગભાઈ માંકડ, સેક્રેટરી શ્રી મયુરભાઈ શાહ તેમજ સર્વ ટ્રસ્‍ટીગણના સહયોગથી વધુ એક નવા સેન્‍ટર નો મંગલ પ્રારંભ કરવામાં આવ્‍યો.

તમારા બાળકને લુક એન્‍ડ લર્ન જૈન જ્ઞાનધામમાં જોડાવવા તેમજ વધુ માહીતી માટે  મેનકાબેન  શાહ (૬૩૫૫૦ ૭૬૦૨૭) નો  સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયું છે.

(4:09 PM IST)