News of Saturday, 8th March 2025
મેયર નયનાબેને સેવાના સંગાથે જન્મદિન ઉજવ્યોઃ વિવિધ સંસ્થાઓમાં દાન

રાજકોટઃ શહેરના અને વોર્ડ નં.૪ ના કોર્પોરેટર શ્રીમતી નયનાબેન વિનોદભાઇ પેઢડીયા દ્વારા પોતાના જન્મદિવસની ઉજવણી અનેક વિધ સેવાકાર્યો થકી કરવામાં આવી જેમાં ડો.હેડગેવાર ડિસ્પેન્સરી, વંદેમાતરમ શિક્ષણ અને સેવા ટ્રસ્ટ તેમજ ભારત વિકાસ પરિષદ, શ્રી રણછોડનગર શાનાના સંયુકત ઉપક્રમે નવું કેન્દ્ર શરૂ કરવા માટે ગંગા સ્વરૂપ બહેનો તથા નિઃસહાય વૃધ્ધોને રાશન વિતરણ કરતી સંસ્થા સમર્પણ યંગ ગ્રૂપ સહિતની વિવિધ સંસ્થાઓને દાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૪ ભગવતીપરા વિસ્તારમાં બટુક ભોજન આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને નાસ્તાનું વિતરણ વિશ્વ મહિલા દિવસની ઉજવણી માટે બહેનોને સ્વદેશી સામાનની કીટ વોર્ડ નં. ૧૩ માં ગોંડલ રોડ પર આવેલ નિરાધાર અને નિઃસહાય વૃધ્ધોને આશ્રય આપતી સંસ્થા સદભાવના વૃધ્ધાશ્રમ ખાતે ઉપસ્થિત રહી વૃધ્ધોને ભોજન કરાવવામાં આવ્યું.
(4:12 PM IST)










