<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

બામણબોરમાં વર્ષોથી ઓૈદ્યોગિક- સખાવતી પ્રવૃતિઓ માટે અપાયેલ કરોડોની જમીનનો કબ્‍જો લેવા આદેશો

કુલ ૧૧ પાર્ટીને જમીન અપાયેલઃ ૮ પાર્ટીએ કોઇ પ્રવૃતિ જ ન કરીઃ ખાલી જમીન પડી રહેવા દિધી.. : શરતભંગ સબબ કાર્યવાહી કરતા સીટી પ્રાંત-ર મહેક જૈનઃ કુલ ૨૦ હજાર ચો.મી. જમીન લેવાનું ખુલ્‍યું

રાજકોટ તા.૧૦ : રાજકોટ શહેર સીટી પ્રાંત-ર અને આઇએએસ ઓફીસરશ્રી મહેક જૈને એક મહત્‍વનો ચુકાદો જાહેર કરી બામણબોરની અંદાજે કરોડોની કિંમતની ૨૦ હજાર ચો.મી. આસપાસ જમીનનો કબ્‍જો લેવા તાલૂકા મામલતદારને આદેશ કરતા ખળભળાટ મચી ગયો છે.

ટોચના અધીકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે વર્ષ ૧૯૭૯- ૧૯૮૦-૧૯૮૧માં કુલ જમીન માંગણીદારોને રાજકોટ તાલુકાનાં બામણબોર ગામે સ.નં.૧૯૧ પૈકીની સરકાર દ્વારા ઓૈદ્યોગીક તેમજ સખાવતી પ્રવૃતિઓ માટે જમીન આપવામાં આવેલ.

આ જમીનો ઉપર વર્ષોથી કોઇ પ્રવૃતિ થતી ન હોવાનું ધ્‍યાને આવતાં મદદનીશ કલેકટર, રાજકોટ (શહેર-ર) દ્વારા શરતભંગ અંગેના કેસ પ્રોસીડીંગ્‍ઝ ચલાવી, પક્ષકારોને સાંભળી તેમજ આધાર પુરાવાઓ રજુ કરવાની પૂરતી તક આપી, જે કિસ્‍સાઓમાં કોઇ પ્રવૃતિ કરવામાં આવેલ નથી. તેવા કુલ ૦૮(આઠ) પ્‍લોટોની સરકારની કિંમતી જમીનો સરકાર હસ્‍તક લઇ લેવા હુકમ કરવામાં આવેલ છે.

આ આઠ પ્‍લોટની કુલ જમીનનું ક્ષેત્રફળ ૨૦ હજાર ચો.મી. આસપાસ થવા જાય છે, કરોડોની આ જમીન અંગે શરતભંગ સબબ કાર્યવાહી કરાઇ હતી. ૮ પાર્ટીએ જમીન મેળવ્‍યા બાદ કોઇ પ્રવૃતિ કરી ન હતી, ખાલી જમીન પડી રહેવા દિધી હતી, અન્‍ય ત્રણ પાર્ટીઓએ  બાંધકામ કરેલ હોય તે અંગે હાલ કાર્યવાહી કરાઇ નથી, બે દિવસમાં તાલૂકા મામલતદારને જમીનનો કબ્‍જો લેવા આદેશ કરાયા છે.(૨.૧૯)

(2:45 PM IST)