<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

રાજકોટમાં કાલથી ત્રણ દિવસ એસ.વી.યુ.એમ. આંતરરાષ્‍ટ્રીય વેપાર મેળો

સ્‍થાનિક, રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય એમ ત્રણ પ્રકારના વેપારનો ત્રિવેણી સંગમ થશે ૨૦થી વધુ દેશોના ડેલિગેટસ આવશે, ૯૦થી વધુ કંપનીઓ ભાગ લઇ રહી છેઃ પરાગ તેજુરા


રાજકોટઃ સૌરાષ્‍ટ્ર - કચ્‍છને SMEs ના વૈશ્વિક કેન્‍દ્ર તરીકે સ્‍થાપિત કરવાના ઉદેશ્‍ય સાથે, સૌરાષ્‍ટ્ર વેપર ઉદ્યોગ મહામંડળ દ્વારા ‘‘મિશન સૌરાષ્‍ટ્ર- કચ્‍છ વિકાસ''ના ભાગરૂપે SVUM

૨૦૨૫ આંતરરાષ્‍ટ્રીય વેપાર મેળાનું ૧૧ મું પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. જેનું આવતીકાલે ૧૧મી ના મંગળવારે સવારે ૧૦ વાગ્‍યે એનએસઆઇસી ગ્રાઉન્‍ડ, આજી વસાહત, અમૂલ સર્કલ, ૮૦ ફૂટ રોડ, રાજકોટ ખાતે જેનું આવતીકાલે પરમ પૂજ્‍ય સ્‍વામી પરમાત્‍માનંદ સરસ્‍વતીજી (આર્શા વિદ્યા મંદિરના સ્‍થાપક), શ્રી વિજયભાઇ રૂપાણી (ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી), શ્રી દિલીપભાઇ સંઘાણી (અધ્‍યક્ષ-ઇફકો અને ગુજકોમાસોલ), શ્રી રોહિત સોની -ITS (ડેપ્‍યુટી DGFT, રાજકોટ), શ્રી જય શાહ (યુવા અગ્રણી, ડો.દર્શિતાબેન શાહ (ધારાસભ્‍ય) ડો.રોડ્રિગ જ્‍યુડીકેલ (ELE સેકન્‍ડ સેક્રેટરી, રિપબ્‍લિક ઓફ કોંગો), શ્રી ડો.હેમાંગ વસાવડા (ન્‍યુરો સર્જન રાજકોટ) શ્રી અજホ પ્રશીલ રત્‍ન ગૌતમ (પ્રમુખ સંઘ કાયા ફાઉન્‍ડેશન) ના હસ્‍તે ઉદ્ધાટન કરવામાં આવશે.

તા.૧૧ થી ૧૩ માર્ચ (મંગળ થી ગુરૂ) સૌરાષ્‍ટ્ર વેપાર ઉદ્યોગ મહિલા મંડળ દ્વારા ત્રિદિવસીય વેપાર મેળાનો આરંભ થશે. જેમાં ૨૫ હજારથી વધુ સ્‍થાનિક મુલાકાતીઓ ભાગ લેશે. સમય સવારે ૧૦ થી સાંજે ૬ સુધીનો રહેશે. પ્રવેશ વિના મુલ્‍યે રાખવામાં આવેલ છે.

આ મેળામાં ૭૦ થી વધુ કંપનીઓ ભાગ લઇ રહેલ છે. સ્‍ટાર્ટઅપ્‍સ અને મહિલા ઉદ્યમીને પણ સ્‍ટોલ્‍સ ફાળવવામાં આવેલ છે.

દર વર્ષની માફક આ વર્ષે પણ લગભગ ૧૦૦ જેટલા વિદેશી બિઝનેસમેન અને વુમન ભાગ લેશે.  જેમાં મુખ્‍યત્‍વે એ ગ્રીકચર ઇક્‍વિમેન્‍ટ્‍સ, સબમર્સીબલ પમ્‍પસ, અને કૂડ પ્રોસેસિંગ મશીનરીઝ, ઓટો અને એન્‍જિન પાટર્સ, બિલ્‍ડીંગ મટીરીઅલ અને મશીનરી, કેમિકેલ વગેરે પ્રોડક્‍ટસની ખરીદી માટે આવી રહ્યા છે.

આ ડેલિગે્‌ટસ તા.૧૫ અને ૧૬ દરમ્‍યાન વિવિધ ફેક્‍ટરીઓની મુલાકાતે જશે.

ત્રિદિવસીય વેપાર મેળા દરમ્‍યાન વિવિધ સેમિનાર થશે જેમાં, તારીખ ૧૧, ૩ વાગે સ્‍ટાર્ટઅપ સેમિનાર, તા.૧૨ સવારે ૧૦ થી ૧ ટુરિઝમ ડિપાર્ટમેન્‍ટ દ્વારા ટુરિઝમ ચિંતન શિબિર, તારીખ૧/૩ સવારે ૧૦ વાગે ખેડૂત સંમેલન જેમાં આફ્રિકામાં ખેતી, ઓર્ગેનિક અને પ્રાકળતિક ખેતી અને ગૌ આધારિત ખેતી ઉપર માર્ગદર્શન અપાશે.

સિલોન ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ બિલ્‍ડરર્સ શ્રી લંકાનું ૧૫ સભ્‍યોનું પ્રતિનિધિ મંડળ રાજકોટ ખાતે તા.૧૧થી ૧૩ માર્ચ યોજાનારા એસ, વી.યુ,એમ ૨૦૨૫ આંતરરાષ્‍ટ્રીય વ્‍યાપાર મેળા ભાગ લેવા આવી રહ્યું છે. આ પ્રતિનિધિ મંડળ તેમની બિલ્‍ડીંગ મટીરીયલ્‍સ, મશીનરી સહીતની તમામ જરૂરિયાતો કે જે અત્‍યાર સુધી ચાઈના થી ખરીદી કરતુ હતું તે ભારત તરફ વળી રહ્યું છે. આ પ્રતિનિધિ મંડળ સીરામીક, સેનેટરીવેર, હાર્ડવેર, બાથ ફિટે ટિંગ, કન્‍સ્‍ટ્રક્‍શન મશીનરી, લિફ્‌ટ, પ્‍લમ્‍બિંગ સહિતની કન્‍સ્‍ટ્રક્‍શન ને લગતી તમામ પ્રોડક્‍ટ્‍સ માં રસ ધરાવે છે જે સૌરાષ્‍ટ્ર માટે એક મોટી વ્‍યાપારી તક લઈને આવે છે.

સૌરાષ્‍ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજિત એસ.વી.યુ.એમ ૨૦૨૫ આંતરરાષ્‍ટ્રીય વેપાર મેળો એક મીની વેપાર કુંભ મેળો કહી શકાય કારણ કે તેમાં સ્‍થાનિક, રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય એટલે કે વેપારનો ત્રિવેણી સંગમ થાય છે. જેમાં નાના માં નાના ઉત્‍પાદક કે વેપારી, સરકારી સબસીડીના માધ્‍યમથી ઓછા ખર્ચે દેશ વિદેશનો વેપાર વિકસાવી શકે છે. તેમ જણાવાયું છે.

તસ્‍વીરમાં પત્રકાર પરીષદમાં પરાગ તેજુરા (મો.૯૪૨૬૨ ૫૪૬૧૧) પ્રમુખ, મહેશભાઇ નગદીયા ઉપપ્રમુખ, ડો.રોહન (શ્રીલંકા બિલ્‍ડર એસો.ના પ્રમુખ) ચોકમોરે (ઝીમ્‍બાશ્‍વે એસએમઇના પ્રમુખ),નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

જયેશભાઇ તન્‍ના

(કન્‍ઝયુમર એસો.)

(2:50 PM IST)