News of Monday, 10th March 2025
પૂ.જીજ્ઞેશદાદાની ભાગવત સપ્તાહઃ ડોકટરોમાં અનેરો ઉત્સાહ
રાજકોટ લોહાણા મહાજન આયોજીત ૩૦ માર્ચથી શરૂ થતી : - ચૈત્રી નવરાત્રી દરમ્યાન રેસકોર્ષ મેદાન, રાજકોટ ખાતે ભાવિકો-વેૈષ્ણવો-સનાતનીઓનો રીતસર દરીયો ઘુઘવશેઃ પોથીજીની નોંધણી માટે ભારે ધસારો - પોથીજીની નોંધણી તથા ભાગવત સપ્તાહ સંદર્ભે કોઇ પણ પુછપરછ માટે રાજકોટ લોહાણા મહાજન ઓફીસ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર, ભવાની ગોલા પાસે, કાલાવડ રોડ, રાજકોટ (મો. ૯પ૩૭૭૧૧૭૭૪) અથવા તો એલઆઇસી ઓફીસ સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે કાર્યાલયનો સંપર્ક કરી શકાય છે - લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્ટીમંડળ ટીમ યાદગાર આયોજન કરવા મક્કમઃ દેશ-વિદેશથી લોકો ભાગવત સપ્તાહનો લાભ લેવા પધારશે

રાજકોટ, તા.,૧૦: વિશ્વના સોૈથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય ચરિત્રની અદભુત ગાથા દર્શાવતી ૧૦૮ પોથીજીના દર્શન સાથે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય- દિવ્ય આયોજન ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચ થી ૫ એપ્રિલ ૨૦૨૫ દરમ્યાન રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે કરવામાં આવ્યું છે, જેમાં ભાવિકો, વૈષ્ણવો, સનાતનીઓનો રીતસર દરીયો ઘુઘવશે. દેશ-વિદેશથી લોકો ભાગવત સપ્તાહનો લાભ લેવા પધારશે.
અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્ઠીશ્રી કિરીટભાઇ ગણાત્રાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ સુપ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂ.જીગ્નેશદાદાના વ્યાસાસને યોજાનાર ભાગવત સપ્તાહમાં ડોકટરો પણ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લેશે. પોથીજીની નોંધણી માટે પણ ભારે ઘસારો જોવામાં આવી રહયો છે. કથાનો સમય દરરોજ બપોરે ૩ થી સાંજે ૭ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. દરરોજ કથા વિરામ બાદ હજ્જારો ભાવિકો મહાપ્રસાદ લઇ શકે તે માટે સુદઢ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ભાગવત સપ્તાહને દરરોજ ‘અકિલા લાઇવ'ના માધ્યમથી વિશ્વના લાખો લોકો ઘરબેઠા સાંભળી- નિહાળી શકશે અને કૃષ્ણભકિતમાં લીન થશે.
સમગ્ર ભાગવત સપ્તાહના આયોજનને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનનાં તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ-સહકાર-હુંફ મળી રહયા છે.
પોથીજીની નોંધણી તથા ભાગવત સપ્તાહ સંદર્ભે કોઇપણ પૂછપરછ માટે રાજકોટ લોહાણા મહાજન ઓફીસ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર ભવાની ગોલા પાસે, કાલાવાડ રોડ, રાજકોટ (મો.૯૫૩૭૭ ૧૧૭૭૪) અથવા તો મહિલા કોલેજ અંડરબ્રીજથી એસ્ટ્રોન ચોક તરફ જતા એલ.આઇ.સી. ઓફીસ સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે આવેલ કાર્યાલયનો સંપર્ક કરવા રાજકોટ લોહાણા મહાજનમાં પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ તથા કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇની પાદીમાં જણાવાયું છે.
રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહ સંદર્ભે ડોકટરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે. રાજકોટ લોહાણા મહાજનના હોદેદારો-ટ્રસ્ટીઓ, સાથે નામાંકીત ડોકટરોની મિટીંગ ગઇકાલે એશીયન હોસ્પિટલ ખાતે યોજવામાં આવી હતી, જેમાં તમામ ડોકટરોએ તન, મન, ઘનથી પોતાનું યોગદાન ભાગવત સપ્તાહમાં આપવાનો કોલ આપ્યો હતો. સાથે-સાથે શોભાયાત્રા સહિતની વિવિધ જવાબદારીઓ પણ સુપેરે નિભાવવા માટે વચન આપ્યું હતું.
ડોકટરો સાથેની મિટીંગમાં રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂની ટેલિફોનિક શુભેચ્છા સાથે લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, હિરેનભાઇ ખખ્ખર, ડો. પિયૂષભાઇ ઉનડકટ, ડો.અતુલભાઇ રાયચુરા, ડો. ચેતનભાઇ હિન્ડોચા, કિશોરભાઇ કોટક, ડો. મિહીરભાઇ તન્ના, ડો. રીધ્ધિશભાઇ તન્ના, ડો.જનકભાઇ ઠક્કર, ડો. ચેતનભાઇ લાલસેતા, ડો. રવિભાઇ મૃગ, ડો. યજ્ઞેશભાઇ પોપટ, ડો. વિશાલભાઇ માંગરોલીયા, ડો. તેજસભાઇ ચોટાઇ, ડો. નિતાબેન ઠક્કર, ડો. નિશિતાબેન ચોટાઇ, નેહાબેન માંગરોલીયા, ધવલભાઇ ખખ્ખર, ડો. પરાગભાઇ દેવાણી, ડો. સંકલ્પભાઇ વણઝારા, સહિતના મહાનુભાવો, હાજર રહયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.
શ્રીમદ્ ભાગવત સપ્તાહના ભવ્ય-દિવ્ય-અલૌકીક આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્ટીઓશ્રી જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્યામભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્ખર, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ડો. જનકભાઇ ઠક્કર, મુકેશભાઇ પાબારી, ડો. ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિન્ડોચા, ધવલભાઇ ખખ્ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્પાબેન બરછા, શ્રીમતિ અલ્કાબેન પુજારા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, ડો. કૃપાબેન ઠક્કર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, શ્રીમતિ સીમાબેન રાજદેવ, લોહાણા મહાજન વાડી એડમિનિસ્ટ્રેટરશ્રી હિતેનભાઇ પારેખ-દક્ષિણી, પિયુષભાઇ ગોકાણી, વિમલભાઇ લાખાણી, ભુવનેશભાઇ ચાંદ્રાણી, મૌલિકભાઇ ચાંદ્રાણી, ચેતનભાઇ દેવાણી, જીગરભાઇ વિઠ્ઠલાણી, પરેશભાઇ તન્ના, નવદીપભાઇ દતાણી, ભાવિકભાઇ એરડા, દર્શિતભાઇ ચૌહાણ, નિલેશભાઇ ગોંડલીયા, હિતેષભાઇ અનડકટ, જયેશભાઇ કક્કડ, ભાવેશભાઇ રૂપારેલીયા, શુભમભાઇ રઘુરા, ભાવિકભાઇ પોપટ, અભયભાઇ પોપટ, કિરીટભાઇ કેશરીયા, દીપભાઇ કોટેચા, કપિલભાઇ ગણાત્રા, નિલેશભાઇ કોટેચા સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.
(3:00 PM IST)










