<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

જીતના જશ્‍નમાં રાજકોટ થોડુ પાછળ રહે : ખુશી વ્‍યકત કરવા રાત્રે જ લોકો માર્ગો ઉપર ઉતરી આવ્‍યા

રાજકોટ : ગઇકાલે રાત્રે ભારતે ન્‍યુઝીલેન્‍ડને હરાવી ચેમ્‍પીયન ટ્રોફી હાંસલ કરતા જ રાજકોટ ગાંડુ થયુ હતુ. રાત્રે જ લોકો ખુશી શેર કરવા માર્ગો ઉપર ઉતરી આવ્‍યા હતા. ફાઇલનલમાં ભારત વિજેતા જાહેર થતાની સાથે જ ફટાકડાની આતશબાજીથી આકાશ ગજાવી દીધેલ. હાથમાં તિરંગા ધ્‍વજ લઇને પોતાના વાહનોમાં લોકો માર્ગો ઉપર નિકળી પડતા ચારે બાજુ દીવાળી જેવો માહોલ સર્જાય ગયો હતો. આનંદની ચીચીયારીઓથી લોકો ઝુમી ઉઠયા હતા. પરસ્‍પર સૌએ એકબીજાને ભારતના વિજયની શુભેચ્‍છાઓ આપી હતી. વગર નિમંત્રણે લોકો આ વિજય ઉત્‍સવમાં જોડાઇ ગયા હતા. સૌના ચહેરા ઉપર ભારતની જીતનો આનંદ છલકાઇ રહ્યો હતો. કોઇ પગપાળા તો કોઇ મોટરકાર લઇને આ જીતના જશ્‍માં જોડાઇ ગયા હતા. સ્‍વયંભુ રેલી જેવા દ્રશ્‍યો માર્ગો ઉપર સર્જાયા હતા. જે તસ્‍વીરોમાં જોઇ શકાય છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:23 PM IST)