<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

શહેરના અનેક વિસ્‍તારોમાં ડહોળા અને ગંધાતા ગટરના પાણીનું વિતરણ

 

મહાનગરપાલિકાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં કોંગ્રેસ સમિતિએ આ પ્રકારની ફરિયાદો અંગે હેલ્‍પલાઇન નંબર જાહેર કર્યો

રાજકોટઃ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અતુલ રાજાણી ની યાદી મુજબ રાજકોટ શહેરના પોશ વિસ્‍તારો સહિત અનેક વિસ્‍તારોમાં ઉનાળાના પ્રારંભે જ ડહોળા અને ગંધાતા ગટરના પાણીનું વિતરણ થઈ રહ્યું હોય તેવી સતત ફરિયાદો મળતી રહે છે. રાજકોટ શહેરને હિન્‍દુસ્‍તાનના નકશામાં શિકાગો અને સ્‍માર્ટ સિટીના બણગાં ફુકનારા શાસકો ડહોળા અને ગંધાતા પાણી વરીયાળી શરબત જેવું પાણી વિતરણ થઈ રહ્યું છે તે બંધ કરાવવામાં સદંતર નિષ્‍ફળ નીકળ્‍યા હોય તેવું જણાય છે.

 અમારી જાણ મુજબ શહેરના વોર્ડ ૧૦,૧૧,૧૨,૧૩,૧૪ સહિતના અનેક વોર્ડમાં અને વિસ્‍તારોમાં ડહોળા અને ગંધાતા પાણીની વ્‍યાપક ફરિયાદો છે. અમારી જાણ મુજબ ડીઆઇ પાઇપલાઇન ન હોવાને પગલે જે જૂની લાઈનો છે તે પચાસેક વર્ષ જૂની હોવાને પગલે ભંગાર અને ખખડધજ થઈ ગયેલ છે છાશવારે લાઈન ફોલ્‍ટ ની ફરિયાદો આવે છે તે રાજકોટ મહાનગરપાલિકાના રેકોર્ડ પર પણ મૌજુદ છે. શહેરમાં ગંધાતા, ગોબરા, ડ્રેનેજ લાઈનમાં પાણી પીવાની પાણીની લાઈન સાથે ભળી ગયા હોવાની વ્‍યાપક ફરિયાદો પણ કોલ સેન્‍ટરમાં નોંધાયેલી છે ત્‍યારે આ પ્રકારની ફરિયાદો ઉકેલવામાં તંત્ર વામણું પુરવાર થયું છે અને મહિનાઓથી વરિયાળી શરબત જેવું પાણી આવતું હોવાને પગલે જન આરોગ્‍ય જોખમાય અને પાણીજન્‍ય રોગચાળો વકર્યો છે.

એક બાજુ મચ્‍છરનો ત્રાસ બીજી બાજુ ગંદા અને ગટરના પાણી વિતરણ થી લોકો ત્રસ્‍ત છે. રાજકોટ મહાનગરપાલિકામાં અંધેર તંત્ર સામાન્‍ય માણસની ફરિયાદો ઉકેલતી નથી અને ભ્રષ્ટાચારમાં ગળાડુબ રહે છે ત્‍યારે ગંધાતા અને દુર્ગંધયુક્‍ત પાણી વિતરણ અંગે રાજકોટના કોઈપણ નાગરિકોને ફરિયાદ હોય તો તે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના હેલ્‍પલાઇન નંબર ૯૪૨૬૪ ૪૩૫૧૧ પર આધાર પુરાવા સાથે ફરિયાદ કરી શકાય છે.   અથવા બે નકલમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ, જાગનાથ ૪૧, રેસકોર્સ સામે, જિલ્લા પંચાયત ચોક, હોટલ લેમન ટ્રી વાળી શેરીમાં બે નકલમાં લેખિત ફરિયાદ તારીખ ૧૬ મી માર્ચ ૨૦૨૫ પહેલા મોકલી આપવા અથવા રૂબરૂ સવારે ૧૦ થી ૧ સાંજે ૪ થી ૭ આપવા યાદીના અંતમાં જણાવાયું છે.

(3:53 PM IST)