News of Monday, 10th March 2025
જયમીન ઠાકરની મહેનતની અધિક માત્રા, શહેરમાં વણથંભી વિકાસયાત્રાઃ હેપ્પી બર્થ ડે

રાજકોટ તા.૧૦: રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કોર્પોરેટર જયમીન ઠાકરનો આજે તા.૧૦ માર્ચના જન્મદિવસ છે.
તેઓ ૧૯૯૬ થી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તેઓએ બે વર્ષ સુધી ભાજપ કાર્યાલયની જવાબદારી સંભાળ્યા બાદ યુવા ભાજપમાં શહેર મંત્રી, મહામંત્રી, યુવા ભાજપ પ્રમુખ તથા વોર્ડ નં.ર ના પ્રભારી સહિત વિવિધ જવાબદારી સંભાળેલ છે.
તેઓ સતત ર ટર્મથી કોર્પોરેટર પદે ચુંટાય છે. ૨૦૧૫માં ભાજપના કોર્પોરેટર તરીકે ચુંટાયા ત્યારથી આજ સુધીમાં સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે શહેરીજનોને ગીત-સંગીત, રમતગમત અને સાંસ્કળતિક કાર્યક્રમોની યાદગાર ભેટ આપેલ છે. બાદમાં ૨૦૧૯માં આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે તેઓએ જાહેર આરોગ્યની સુરક્ષા માટે મોટી સંખ્યામાં આરોગ્ય કેમ્પ્સનું આયોજન કરાવેલ છે.
તેઓએ મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે તા.૧૨ સપ્ટેમ્બર ૨૦૨૩ થી પદભાર ધારણ કરેલ છે.
તેઓ ધાર્મિક સ્વભાવ ધરાવે છે, અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાની ભાવના તેઓને તેમના પિતાશ્રી આદરણીય ડો.નવનીતભાઇ ઠાકર તરફથી વારસામાં મળેલ છે. તેઓના વ્યક્તિત્વનું અન્ય એક સારૂ પાસુ તેઓનો સંગીત પ્રત્યેનો પ્રેમ છે. સાથોસાથ તેઓ સુરિલો અવાજ ધરાવતા એક સારા ‘કરાઓકે સીંગર' પણ છે. આજે તેમના જન્મદિને મિત્રો-શુભેચ્છકો, સગા-સ્નેહીઓ, અને હિતેચ્છુઓ દ્વારા સતત શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. (મો.નં.૯૮૭૯૮ ૦૦૦૦૧).
(3:54 PM IST)










