<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

લીવેબલ રાજકોટની વાતો વચ્‍ચે સીન્‍થેટીક એથ્‍લેટીકસ ટ્રેકમાં અધિકારીઓની જોહુકમીઃ રોષ

દરરોજ એન્‍ટ્રી-QR કોડ માંદગીના બીછાનેઃ પૈસા ભર્યા છતા અપમાનીત થતા સીનીયર સીટીઝનો

રાજકોટ, તા. ૧૦: રાજકોટ શહેરને ગુજરાત જ નહી સમગ્ર ભારતમાં મોખરાનું સ્‍થાન મળે તે માટે નવનિયુકત રાજકોટ મ્‍યુનિસીપલ કમિશ્‍નર તુષાર સુમેરાએ લીવેબલ રાજકોટની પરિકલ્‍પના કરી છે તે દિશામાં મકકમતાથી આગળ વધી રહયા છે. પરંતુ માત્ર ઓફિસમાં જ બેસીને કાર્ય કરતા કેટલાક અધિકારીઓની નિતિ લોકો માટે પીડાદાયક બની રહી છે. રાજકોટમાં આકર્ષણનુંૅ કેન્‍દ્ર રાજકોટ સીન્‍થેટીક એથ્‍લેટીકસ ટ્રેક કરોડોના ખર્ચે નિર્માણ પાર્મ્‍યુ ત્‍યાં તંદુરસ્‍તી માટે જાગૃત સેંકડો લોકો પૈસા ભરીને ચાલવા આવે છે. ત્‍યારે કોર્પોરેશનના કેટલાક અધિકારીએ ફરજીયાત એન્‍ટ્રી કયુઆર કોડની જ એન્‍ટ્રીનો નિયમ કર્યો છે.

આ નિયમના અમલ માટે કોર્પોરેશનના એકેય અધિકારીઓ એથ્‍લેટીકસ ટ્રેકના પ્રવેશ દ્વારે કદી હાજર જ નથી હોતા માત્ર બે સીકયુરીટી ગાર્ડસને આ કામગીરી સોંપી છે.

સીન્‍થેટેક ટ્રેકના સભ્‍યોને ચેકીંગ કે એન્‍ટ્રી માટે કોઇ પ્રશ્નજ નથી કે વિરોધ નથી. પહોંચ બતાવે અને દરરોજ કયુઆર કોડથી એન્‍ટ્રી કરાવતા પ થી ૧૦ મીનીટસનો સમય પસાર થઇ જાય છે. કોઇ સીનીયર સીટીઝન મોબાઇલ ભુલી ગયા હોય કે કયુઆર કોડથી એન્‍ટ્રી ન થતા અપમાનીત ચહેરે પરત ફરે છે. આ અંગે સ્‍ટેન્‍ડીંગ ચેરમેન જયમીન ઠાકરનું ધ્‍યાન પણ દોરાયુ હતુ પરંતુ અન્‍ય મોટા મોટા કામમાં વ્‍યસ્‍ત જયમીન ઠાકરે લોકોના પ્રશ્ને ધ્‍યાન ન આપતા અનેકવિધ ચર્ચા ચાલે છે.

(4:36 PM IST)